________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકારે કર્મ ઉદયમાં આવે તે માટે પોતાનાં ઇચ્છા અને અનિચ્છાનું ગૌણપણું કરી, તે પ્રકારે સમભાવથી સ્વીકારતા જવું, ફેરફારને અલિપ્તભાવે જોતા રહેવું એ જાતની પ્રવર્તન તેઓ અંગીકૃત કરતા ગયા દેખાય છે. આ રીતે સાક્ષીકર્તાપણે વર્તતા રહેવાથી તેમને કેવા અનુભવ થયા છે તેની નોંધ લેતાં તેમણે લખ્યું છે કે, -
“ચાર લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ પ્રવર્તે છે.” (અષાઢ સુદ ૧, ૧૯૫૧ આંક ૬૧૨)
કેટલાક વખત થયાં સહજપ્રવૃત્તિ અને ઉદ્દીરણા પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજપ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધયોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્યપરિણામ નહિ. બીજી ઉરિણા પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે; એમ સાંભળ્યું હતું, તથા જાણ્યું હતું, અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેઠું છે.” (અષાડ વદ અમાસ, ૧૯૫૧. આંક ૬૨૦)
માત્ર ઉદયગત પ્રવૃત્તિ જ રાખવી, ઇચ્છાગત પ્રવૃત્તિ સતત ઘટાડતા જવી; એ રીતે સંસારથી પાંગમુખ રહેવું એવી વર્તના તેઓ સતત વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. આથી તેમનો આત્મા ગમે તે સમ વિષમ ઉદયકાળમાં સ્વસ્થ અને શાંત રહેતો થાય છે. પરિણામે વ્યવહારની પ્રવૃત્તિ ઉદયમાં હોવા છતાં તેમને ઘણી બળવાન કર્મ નિર્જરા થતી જાય છે; અને કર્માશ્રવનું અલ્પત્વ થતું જાય છે. આ તેમનો આત્મવિકાસ ઘણી ઝડપથી થવા માટેનું મુખ્ય કારણ છે. તેઓ અશાતાની આસક્તિના ત્યાગ સાથે સાતાની પ્રીતિનો ત્યાગ પણ આ વર્ષથી વધારતા જાય છે. આ રીતે તેમનામાં કેટલાય ગુણો ખીલતા જતા હતા, તેમ છતાં તે ગુણોની કે તેમની જ્ઞાનદશાની કોઈ પ્રશંસા કરે તો તેમને તે અરુચિકર થતું હતું. દુનિયામાં અશુભ
૨૮૪