________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમની સ્વરૂપમાં લીન થવાની લય જોરદાર હોવાથી, અન્ય કોઈ પણ પ્રસંગમાં તેમનું ચિત્ત વિશ્રામ પામતું નથી. તેમ છતાં જે જે ઉદય આવે છે તે તે કર્મોદયને તેઓ સમભાવથી સ્વીકારતા જાય છે. પોતાનાં પરિણામને વિષમ થવાં દેતાં નથી, અવિષમ પરિણામે કર્મબંધ ઘણાં અલ્પ થાય તે સ્વાભાવિક છે, અને અવિષમ પરિણામ રહેવાનું કારણ આત્મવૃત્તિમાં લાગેલું અને સંસારવૃત્તિથી છૂટું થયેલું તેમનું મન છે. તે માટે તેઓ આ વર્ષના પત્રોમાં વારંવાર લખતા જોવા મળે છે,
“કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે; એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ જોગનો ઉદય એ આશ્ચર્યકારક છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૬૬)
—
“અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે ... અમે તો પાંચ માસ થયા, જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ, અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબધ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે.” (વૈશાખ વદ ૬, ૧૯૪૮. આંક ૩૬૮) “ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન કલેશ જેવો ઉપાધિયોગ આપવાની ‘હરિઇચ્છા' હશે; ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી; એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે.” (જેઠ વદ અમાસ, ૧૯૪૮. આંક ૩૭૯)
...
“જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો
૨૬૩