________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે.” (ભાદ્રપદ વદ ૧૨, ૧૯૪૭. આંક ૨૮૦)
આવી નિસ્પૃહતાવાળી સ્થિતિમાં જ્યોતિષ, અવધાન, સાહિત્ય આદિની રુચિ ઘટી જાય તે સહજ છે. તેથી આ બાબતની વિચારણા તેમના આ વર્ષના પત્રોમાં જોવા મળતી નથી. જો કોઈ આ વિશે તેમને પૂછાવે તો પણ તેઓ ‘તેનો ઉત્તર મળી શકે તેમ નથી” એવી મતલબનો ઉત્તર આપતા હતા. મુક્ત થવાના આવા બળવાન વેગ વચ્ચે તેમને વ્યવહાર ચલાવવો કઠણ લાગતો હતો, છતાં તેને પૂર્વ કર્મનો ઉદય ગણી સમભાવથી નિભાવતા હતા; આમ છતાં સ્વાર કલ્યાણાર્થે અને અંતરંગ કક્ષાનુસાર તેમને સર્વસંગ પરિત્યાગ કરવાની ઇચ્છા વારંવાર થયા કરતી હતી. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે, –
“સરળવાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઉભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે, અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી.” (મહા સુદ, ૧૯૪૭, આંક ૨૧૭)
આવી વૈરાગ્યની ઉગ્રતાને કારણે તેમનો માનભાવ ‘તણખલાના બે કટકા કરવાની સત્તા અમે ધરાવતા નથી' એવી ભાવના સુધી અલ્પ થઈ ગયો હતો, માત્ર હરિચ્છાએ જીવવાની વૃત્તિ સુધી ઇચ્છાને સંયમિત કરી હતી, પરિણામે આશ્રવ તોડી સંવર નિર્જરાનું આરાધન તેઓએ આ વર્ષમાં ઉત્કૃષ્ટતા સુધી આપ્યું હતું. પોતાના આત્મામાં જ વધારે ને વધારે રહેવાની તેમની વૃત્તિ બળવાન થઈ હોવાથી, જે એકાંતમાં સામાન્ય જીવ રહી શકે નહિ તેવા એકાંતમાં તેઓ આત્માનો અદ્ભુત આનંદ માણી શકતા હતા. આ રીતે સં. ૧૯૪૭ના વર્ષમાં અનન્ય એવું ક્ષાયિક સમકિત તેમણે મેળવ્યું, તે પછી પણ આત્મકલ્યાણ માટેનો વેગ જરા પણ મંદ થવા દીધા વિના તેમણે સાતમા ગુણસ્થાન સુધીનો અંતરંગ વિકાસ કર્યો અને સાથે
૨૫૭