________________
કેવળી પ્રભુનો સાથ
છીએ; જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે ... પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિનભાવ રહ્યો નથી; કોઈ વિશે દ્વેષબુદ્ધિ આવતી નથી; . અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, .. સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે.” (અષાઢ સુદ ૧૩, ૧૯૪૭. આંક ૨૫૫) “અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે.” (શ્રાવણ સુદ ૧૧, ૧૯૪૭. આંક ૨૫૯)
મુમુક્ષુજનો પ્રતિ પત્રરૂપે લખાયેલ તેની અંગતદશા સૂચક આ વચનોનો અભ્યાસ કરતાં આપણને જણાય છે કે કૃપાળુદેવનું ચિત્ત સતત આત્મશુદ્ધિને વધારવા માટે પ્રવૃત્તિ કરતું હતું, તેમની માર્ગની જાણકારી વધતી જતી હતી, અને તેમનામાં નિસ્પૃહતા, સમદષ્ટિપણું, પ્રભુ પ્રતિની અનન્ય ભક્તિ, દેહાસક્તિની અલ્પતા આદિ ગુણો ખીલતા જતા હતા. તેમ છતાં તેમને મનમાનતી ઉદાસીનતા લાગતી ન હતી, વેપારાદિ કાર્યો વિનરૂપ લાગતાં હતાં તે સર્વ તેમના આંતરિક વેગનું આપણને ઉદ્બોધન કરી જાય છે. આ વચનોથી એ પણ સિદ્ધ થાય છે કે તેમને ધર્મપ્રવર્તન કરવા માટેની કલ્યાણભાવના જોરદાર હોવા છતાં પ્રભુની આજ્ઞા મળે નહિ ત્યાં સુધી એ કાર્ય ન કરવાનો તેમનો નિર્ણય યથાવત્ જ હતો. તેમનાં આ વચનો આપણે શ્રદ્ધાનથી વિચારી શકીએ, કેમકે આ વચનો અંગત વ્યક્તિઓને કોઈ બાહ્ય પ્રસિદ્ધિના લોભ વિના લખાયેલાં હતાં. જેથી તેનું પ્રમાણિકપણું આપણે પૂર્ણતાએ સ્વીકારી, તેનો અભ્યાસ કરી, તારવણી કરી શકીએ એમ છીએ. તેમની શુદ્ધિ મેળવવાની દઢતા આદિની પ્રાપ્તિ થવાનું મુખ્ય કારણ તેમનું મન પ્રભુની ભક્તિમાં સ્થિર થયું હતું તે જ જણાય છે. તેમણે ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, –
“જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. (નાગ જેમ મોરલી પર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ
૨૫૬