________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ ... ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે; અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ ... અત્યારે તો બધું ય ગમે છે, અને બધું ય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધું ય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઇક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે ... અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.” (વૈશાખ વદ ૮, ૧૯૪૭. આંક ૨૪૭) “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી ... કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી..અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેમ નથી.. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, ... પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઇએ છીએ; હ્રદય પ્રાય: શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે ... આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે, આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી ... અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઇએ તેવી પ્રવકતી નથી . આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ
૨૫૫.