________________
કેવળી પ્રભુનો સાથ
સાથે જગતજીવોનું કલ્યાણ થાય એ ભાવની વૃદ્ધિ પણ પ્રગટપણે મોટા પ્રમાણમાં કરી હતી. આ ભાવના અનુસંધાનમાં તેમને પોતાની ભાવિની “તીર્થંકર પદ'ની પ્રાપ્તિની ઝાંખી આવી હતી. આ કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચી આ જ જન્મમાં ‘તીર્થકર નામકર્મ નિકાચીત કરાવનાર છે, તેની જાણકારી આવી હોવા છતાં, પરમ ગંભીરતા સાથે તેમણે તે જાણકારીને પોતામાં સહજતાએ સમાવી લીધી હતી. અને ટૂંકામાં ટૂંકા ગાળે સ્વરૂપસ્થ થઈ અન્યને સ્વરૂપસ્થ થવામાં પ્રભુ આજ્ઞાએ સહાય કરવાના ભાવ તેમનામાં ચૂંટાવા લાગ્યા હતા. તેમના આ કલ્યાણભાવનું ઘૂંટણ એ જ તેમણે અનુભવેલા ધર્મનાં મંગલપણાનું સાનિધ્ય કહી શકાય. કેવા કેવા ભાવ કરવાથી જીવમાં ધર્મનું મંગલપણું અને તીર્થસ્થાન સ્થાપિત થાય છે, તેની સૂક્ષ્મ જાણકારી આપણને આ વર્ષના તેમના પત્રો વાંચવાથી આવે છે. આ રીતે તેમણે જોરદાર પુરુષાર્થ કરીને જબ્બર કહી શકાય એવી ભવકટિ કરી હતી. આ જાતની ઉચ્ચ આત્મદશામાં “પ્રભુ પ્રત્યે દીનત્વ', યમ નિયમ’, ‘જિનવર કહે છે જ્ઞાન તેને તથા જડભાવે જડ પરિણમે' આદિ તત્ત્વસભર અને અનુભવમૂલક કાવ્યરચના તેમના દ્વારા આ વર્ષમાં થઈ હતી.
આ પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિ જો ચાલુ જ રહી હોત તો તેમની આંતરબાહ્ય દશા અદ્ભુત જ હોત એમ લાગ્યા વિના રહે નહિ. પણ વિ. સં. ૧૯૪૮થી તેમનાં કર્મોએ નવું સ્વરૂપ ધારણ કર્યું. જેમ જેમ તેઓ સંસારનાં બંધનથી છૂટવા માટે મથતા ગયા તેમ તેમ તેમને નવી ઉપાધિઓ વધતી જ ગઈ. તે એટલે સુધી કે તેમને ક્યારેક આત્માર્થ છૂટી જવાનો ડર લાગી જતો હતો. આવી સ્થિતિ લગભગ સં. ૧૯૫૧ સુધી ચાલી. તેઓ આવેલાં બધાં સંકટોનો સામનો કરી સફળતાથી પાર ઉતર્યા અને તેમણે કર્મોને પરાજય આપ્યો. તેમની કર્મો સામેની આ લડત એટલે તેમનાં જીવનનો ત્રીજો તબક્કો. આ તબક્કામાં તેઓ બાહ્ય ગૃહસ્થશ્રેણિ અને આંતરિક નિગ્રંથશ્રેણિના હિંદુમાં એવા તો અટવાઈ ગયા હતા કે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની પોતાની ઇચ્છા સાવ ગૌણ કરવી પડી હતી, એટલું જ નહિ પણ પરિચિત વર્તુળોથી બને ત્યાં સુધી ગુપ્ત રહેવાના તેઓ કામી બન્યા હતા. એમ ન કરે તો તેમની વર્તના
૨૫૮