________________
કેવળી પ્રભુનો સાથ
મુખ્યતાએ મન વશ કરવાના ઉપાયરૂપે છે, કેમકે મનને વશ કરવું એ દુષ્કરમાં દુષ્કર કાર્ય સહુ જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
સ્વચ્છંદનો ત્યાગ કરી જીવ જ્યારે ગુરુની ઇચ્છાનુસાર વર્તન કરતો થાય છે ત્યારે તેના શુધ્ધ પ્રદેશો ગુરુના શુધ્ધ પ્રદેશો અને આજ્ઞાધીન થયેલા સર્વ પ્રદેશોનું અનુસંધાન કરી સબળ થાય છે. અને મેળવેલી એ શક્તિનો સદુપયોગ જીવના અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા ક૨વામાં થાય છે. આ સદુપયોગને કારણે જીવની જેમ જેમ શક્તિ વધતી જાય છે, તેમ તેમ શુદ્ધિ પણ વધતી જાય છે. આથી જીવ ગુરુની આજ્ઞાના આરાધનનો મહિમા સમજતો જાય છે.
શિષ્યના પ્રદેશોનું જ્યારે સદ્ગુરુના શુધ્ધ પ્રદેશો સાથે અનુસંધાન થાય છે, ત્યારે ગુરુની શક્તિ શિષ્યના સ્વચ્છંદને તોડતી જાય છે, પરિણામે શિષ્યનો ઈન્દ્રિયો પરનો સંયમ વધતો જાય છે. અને તેનું આંતરતપ ખીલવા લાગે છે. વર્તમાનકાળ સુધી પોતે ભૂલ જ કરતો આવ્યો છે તેવું સભાનપણું શિષ્યને પ્રાયશ્ચિત્ત ભણી દોરી જાય છે. તેમાંથી નીપજતો, હવે ક્યારેય આવી ભૂલ ફરીથી કરવી નથી એવો નિર્ણય તેને પોતાના ગુરુ પ્રતિ વિનયાન્વિત કરે છે. પ્રગટેલા સાચા વિનયને કારણે સદ્ગુરુ જ પોતાના સાચા તારણહાર છે એવો સદ્ભાવ તેના વિકાસનાં પ્રત્યેક પગલે દઢ થતો જાય છે. એમાંથી પ્રગટતી અનુભૂતિને કારણે તેનામાં ગુરુ પ્રતિનાં આદર, સન્માન, સત્કાર, પૂજ્યભાવ, અહોભાવ વગેરેમાં ઘણો ઘણો વધારો થાય છે. વર્તતા મૂળ અહોભાવને કારણે ગુરુ સમક્ષ તે ખૂબ જ વિનયથી વર્તે છે અને અન્ય જીવો સાથે પણ તે વિનયવિવેક સહિતનું વર્તન કરે છે. શુધ્ધ વિનય જાગતાં, જે ગુરુએ પોતા પર ભવોભવનાં દુ:ખથી છોડાવવાનો ઉપકાર કર્યો છે, તે ગુરુની સેવા કરવાના ભાવ, તેમને વગ૨ કહે શાતા આપવાના ભાવ ઉલ્લાસિત થતા જાય છે. તેમના પ્રતિ ક્યારેય અયોગ્ય કે ઉધ્ધત વર્તન ન થાય તેની કાળજી રાખતાં તે સહેજે શીખે છે. આમ શ્રી ગુરુના કહ્યામાં રહેવાથી શિષ્ય અનેક પ્રકારે પોતાનાં આત્મિક ગુણો ખીલવે છે; અને તેનું મન વધારે ને વધારે વેગથી કલ્યાણ પામવા તલસતું થાય છે. આ તલસાટને કારણે તે મળેલા સમયનો સદુપયોગ કરી પોતાનો સ્વાધ્યાય વધારે છે. સ્વાધ્યાયનાં
૩૪૪