________________
કેવળી પ્રભુનો સાથ
ગ્રહણ કરી જે સમગ્ર સાધુસાધ્વીઓ વિચરે છે, તેમને સમૂહગત લઈ વંદન કર્યા છે. એક શિક્ષક સામે અનેક વિદ્યાર્થી જોઈએ તે અપેક્ષા અહીં પૂરી થયેલી જોવામાં આવે છે. તે સહુ વિદ્યાર્થીઓ સંસાર સંબંધી વૃત્તિઓ સંક્ષેપી, આત્મવૃત્તિમાં એકાકાર થવાનો પુરુષાર્થ કરે છે. તેમના પાંચ મહાવ્રતનું પાલન, રાત્રિ ભોજનનો ત્યાગ, છ કાય જીવની રક્ષા, પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિ રોકવી, લોભનો નિગ્રહ કરવો, નિર્મળ ચિત્ત રાખવું, ત્રણ ગુપ્તિ ધારવી, પાંચ સિમિત પાળવી વગેરે મળી કુલ ૨૭ ગુણો પ્રભુએ જણાવ્યા છે. આ બધા ગુણો તેમનામાં જેટલી વિશેષતાએ ખીલે તેટલી તેમની શિષ્ય તરીકેની પાત્રતા વર્ધમાન થતી જાય છે અને તેઓ ઉત્તમ શિષ્ય થતા જાય છે. તેઓ જે માર્ગની જાણકારી પામે છે તેનું દાન શ્રાવક તથા શ્રાવિકાઓને કરી, તેમની માર્ગસન્મુખતા વધારતા જાય છે.
શ્રી પ્રભુની પરમાર્થ પાઠશાળાનાં આ પાંચ ઉત્તમ અંગો અનેક ગુણસમૂહથી વિભૂષિત થયેલા છે. તેમના આ ગુણોનો પરિચય જેમ જેમ સામાન્ય જીવોને થતો જાય છે, તેમ તેમ તેઓનું પરમેષ્ટિ ભગવંત માટેનું આકર્ષણ વધતું જાય છે. અને તેઓ પોતે પણ સ્વકલ્યાણની પ્રવૃત્તિ બળવત્તર કરી પરમેષ્ટિ ભગવંતની હરોળમાં આવે એવી ભાવના ભાવતા થાય છે. તે પાંચે ભગવંતોએ પોતા પર કરેલા ક્રમિક અને અનંત ઉપકારનો લક્ષ તે જીવોને જેમ જેમ આવતો જાય છે તેમ તેમ તેમના માટેના અહોભાવ તથા પૂજ્યભાવ વધતા જાય છે, સાથે સાથે પોતાને પણ આવા ચડતા ક્રમમાં સિદ્ધિ મળતી જાય તેવી ભાવના સાચા સાધકને દિનપ્રતિદિન મજબૂત થતી જાય છે. પરિણામે તે સાધક આ પાંચે પરમ ઉપકારી ભગવંતોને સહજતાએ નમ્રભાવથી નમી પડે છે.
સ્વકલ્યાણાર્થે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતને વંદન નિરૂપતા આ મહામંત્રમાં આજ્ઞામાર્ગ કેવી રીતે સમાયેલો છે તે આપણે વિચારવા યોગ્ય છે. આપણે પૂર્વે જોયું તે પ્રમાણે જીવ પોતાના ઈષ્ટદેવને વંદન કરે છે ત્યારે તે પોતા કરતાં ઉચ્ચ સ્થાને છે તેનો ભાવથી સ્વીકાર કરે છે; ઈષ્ટદેવ પોતાથી વધારે સમર્થ છે, વિશેષ ગુણોના ધા૨ક છે, અને પોતાને જે કલ્યાણ જોઈએ છે તેના તેઓ ઉત્તમ દાતા છે, તે સર્વ તેને ક્રમે ક્રમે
૩૫૬