________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે રહસ્યો સમજાવવામાં સતત પ્રવૃત્ત તથા વ્યસ્ત રહેનાર, જ્ઞાનદાન કરવામાં જન્મનું સાફલ્ય માનનાર શ્રી ઉપાધ્યાયજીનો ઉપકાર ક્યારેય વિસરી શકાય તેમ નથી. તેઓ શ્રી પ્રભુ, ગણધરજી તથા આચાર્યજી પાસેથી સર્વ જીવોનું કલ્યાણ કરવાના ભાવ ગ્રહણ કરી ચારિત્રની વિશુદ્ધિ કરતા જાય છે. તેમનાં શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનદાન કરવાની તમન્ના સામાન્ય જનમાં મોક્ષાભિલાષા જાગૃત કરવામાં બળવાન નિમિત્ત બને છે. આમ જનસામાન્ય અને તેમાં પણ પ્રાથમિક કક્ષાના સાધુસાધ્વી માટે તેઓ આચાર્યજીનું અનુસંધાન કરાવનાર મુખ્ય કડી બને છે. તેમનાં અગ્યાર અંગ તથા બાર ઉપાંગનો અભ્યાસ તથા કરણસીત્તરી અને ચરણસીત્તરીનું પાલન એ પચ્ચીસ ગુણો પ્રસિધ્ધ છે. વિશિષ્ટ સંજોગોમાં પ્રભુ આજ્ઞાએ થતું આચરણ તે કરણ સીત્તરી કહેવાય છે, અને ચાલુ સામાન્ય સંજોગોમાં પ્રભુની આજ્ઞાએ કરાતું આચરણ તે ચરણસીત્તરી કહેવાય છે. આચારના સીત્તેર પ્રકારનો તેમાં સમાવેશ કર્યો હોવાથી તે સીત્તરી કહેવાય છે. તેઓ અંગ ઉપાંગનો અભ્યાસ કરતા અને કરાવતા હોવાથી તેમને જ્ઞાનાવરણ કર્મનો વિશેષ ક્ષયોપશમ હોય છે.
મોક્ષમાર્ગને યથાર્થતાએ અનુભવી, પ્રકાશિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુ, તેમના બોધને યથાયોગ્યપણે ઝીલી સફળતાપૂર્વક આચરનાર તથા અન્યને આચરણ કરવામાં સહાયક થનાર શ્રી આચાર્યજી, અને તેઓ બંને પરમેષ્ટિની મહત્તા જનસમાજને દૃઢ કરાવનાર શ્રી ઉપાધ્યાયજી આ ત્રણેની કાર્યશક્તિ તો જ સફળ થાય જો તેમના ઉપદેશને બરાબર ધારણ કરી એ માર્ગને ઉત્તમ રીતે આરાધનાર ગુણગ્રાહી વિદ્યાર્થીગણનું તેમને પીઠબળ હોય. આજ્ઞાંકિત તથા મહેનતુ વિદ્યાર્થીગણના અભાવમાં શિક્ષકની સઘળી મહેનત વ્યર્થ જાય છે, કેમકે ઉત્તમ શિક્ષકની શોભા તેમના વિદ્યાર્થીઓના સમૂહથી પ્રગટ થતી જણાય છે. તે બધી અપેક્ષાનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે મોક્ષમાર્ગના સ્થાપનાર, આચરનાર તથા સમજાવનારના સાનિધ્યમાં એ માર્ગને ઝીલનાર ગણનું સ્થાન આવવું જોઈએ. શુદ્ધાત્માના ઉત્તમ બોધને ઝીલનાર શિષ્યોની પાત્રતા કેવી હોવી જોઈએ તેની સમજણ આપણને મહામંત્રના પાંચમા ચરણ, “નમો લોએ સવ્વ સાહૂણં” થી આવે છે. આ ચરણમાં આખા લોકમાં પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગને
૩૫૫