________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સ્પષ્ટ થતું જાય છે, અને તે માટેનો તેનો નિશ્ચય પ્રબળ થતો જાય છે. પરિણામે તેઓ બધા માટે તેને પ્રેમભાવ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવ હૃદયમાં જાગે છે અને ક્રમથી વધતા જાય છે. સાધુસાધ્વીજી તેના પ્રતિ વિશેષ લાગણી આપતા જણાતા હોવાથી, તેને પ્રાથમિક અવસ્થામાં પોતા માટે તેઓ સહુથી નજીક હોય એવો અનુભવ થયા કરે છે.
૨૭ ગુણોના ધારક, લોકનાં સાધુસાધ્વીજી પ્રભુની પાઠશાળાનાં ઉત્તમ વિદ્યાર્થીઓ ગણાય છે. તેઓ શ્રી પ્રભુએ સંસારનાં સમસ્ત કષ્ટોથી છૂટવાનો જે ટૂંકો, સરળ, સ્વચ્છ મહામાર્ગ બતાવ્યો છે, તે માર્ગનું આરાધન કરી, તેમના આશ્રયે સહુ જીવ માટેના કલ્યાણભાવનું સેવન કરતાં શીખી, પોતાનાં ઘાતી – અઘાતી કર્મોને નબળાં કરતાં જાય છે. તેમને પૂરો લક્ષ રહે છે કે અત્યાર સુધી જીવ પોતાને ઈચ્છિત એવા નિજછંદે ચાલી અનાદિકાળથી આ સંસારમાં રખડતો રહ્યો છે અને દુ:ખ ભોગવતો રહ્યો છે. આવું કષ્ટમય પરિભ્રમણ ટાળવા જીવે ઉત્તમ ગુરુના શરણમાં જઈ, તેમની આજ્ઞાએ ચાલી, કષાયોને તોડી, અપ્રમાદી બની, સાચો પુરુષાર્થ કરી આત્મશુદ્ધિ વધારતા જવાની છે. આત્મવિકાસની પ્રારંભિક અવસ્થામાં જીવ અતિ સામાન્ય આજ્ઞાપાલન કરે છે, પણ જીવની આજ્ઞાપાલનની સાચી શરૂઆત તે પોતાનાં મન, વચન તથા કાયાને ગુરુને સમર્પી, તેમની ઇચ્છાનુસાર વર્તન કરતો થાય છે, અર્થાત્ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચે છે ત્યારથી થાય છે. તે વખતે જીવ અંતરંગથી સ્વચ્છંદને છોડે છે, જે કોઈ શુભાશુભ ઉદિત કર્યો હોય તેને સમભાવથી સ્વીકારે છે, આર્ત પરિણામ ન કરતાં અપ્રમાદથી સ્થિરભાવ રાખે છે, અને બાહ્યથી સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરી પુરુષાર્થ વધારતો રહે છે. શ્રી કૃપાળુદેવે જણાવ્યું છે તે પ્રમાણે શ્વાસોશ્વાસ સિવાયની સુશિષ્યની સર્વ ક્રિયાઓ ગુરુની આજ્ઞા અનુસાર જ થતી હોય છે. શિષ્ય સદાય એ વર્તન રાખવા પ્રયત્નશીલ થાય છે. અને આવા વિનિત શિષ્યો શ્રી સદ્ગુરુની કૃપાથી અનાદિકાળથી જે સ્વચ્છંદને સેવતા આવ્યા હતા તેને ત્યાગતા જાય છે.
વિનિત સુશિષ્યને શ્રી ગુરુએ તેના પર કરેલા અને કરવાના ઉપકારની જાણકારી આવે છે, તેથી તેનામાં ગુરુ પ્રતિ ખૂબ પ્રેમ વિકસે છે. તેમના કહ્યા પ્રમાણે કરવાથી જ પોતાનું સ્થાણ થવાનું છે તેવું શ્રદ્ધાન તેને અનુભવથી વધતું જાય છે. આથી મારે
૩પ૭