________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મના પ્રભાવથી જીવને અગ્નિ પણ શીતળ પાલો થઈ જાય છે, સર્પ ઉત્તમ રત્નમાલા થઈ જાય છે, દેવ પણ દાસરૂપે રહે છે, તીક્ષ્ણ પગ ફૂલની માળા બની જાય છે, દુજર્ય વેરી પણ સુખ કરવાવાળો મિત્ર થઈ જાય છે, અને હળાહળ ઝેર પણ અમૃતમાં પરિણમે છે. બીજી બાજુ ધર્મરહિતને આથી વિપરીત પરિણામ ભોગવવાનો પ્રસંગ આવે છે.
આવો નિર્મળતા આપનારો ધર્મ પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોવા છતાં, તે પ્રાપ્ત કરવો આવશ્યક છે. ધર્મ કે અધર્માચરણનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોવા મળે છે, તે જોઈ ધર્મનો આદર અને અધર્મનો અનાદર કરવો.
આ ત્રણ ભાવનાઓ વિચારતાં ફલિત થાય છે કે લોકનું સ્વરૂપ સમજી, મનુષ્ય જન્મની અને ધર્મપ્રાપ્તિની દુર્લભતા જાણી, મળેલા અનેક સુવિધા સાથેના મનુષ્ય જન્મને સફળ કરવો જોઈએ. એ કરવા માટે આશ્રવ તોડવા જોઈએ, સાથે સાથે કર્મનો સંવર કરી તેને આત્મપ્રદેશોને ઘેરતા અટકાવવા જોઈએ. અને આ પછીનું મનુષ્યગતિનું ઉત્તમ કાર્ય તે પૂર્વે સંગ્રહિત કરેલા કર્મોને સકામ નિર્જરા દ્વારા ઉલેચી ઉલેચીને ખતમ કરી નાખવાં જોઇએ. સકામ નિર્જરા કરવા માટે તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મનું પાલન ખૂબ ઉપકારી છે, તે વિચારીએ.
ઉત્તમ તપ આચાર્ય કુંદકુંદના પ્રસિધ્ધ પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકામાં તપની વ્યાખ્યા આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે, “સમસ્ત રાગાદિ પરભાવોની ઇચ્છાના ત્યાગ વડે સ્વરૂપમાં પ્રતપન કરવું – વિજયન કરવું એ તપ છે.” એટલે કે સમસ્ત રાગાદિભાવોનો ત્યાગ કરી સ્વરૂપમાં – પોતામાં લીન થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો પર જય મેળવવો એ તપ છે.
અમૃતચંદ્રાચાર્ય પણ તત્ત્વદીપિકા ટીકામાં તપની સમજણ આ જ પ્રકારે આપી છે. “ધવલ'માં ‘ઇચ્છાનિરોધને તપ કહ્યું છે. આ પરથી આપણે સમજી શકીએ છીએ
૧૭૬