________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે કે નાસ્તિથી ઇચ્છાઓનો અભાવ અને અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા એ જ તપ છે. આ તપ સમ્યક્દર્શન સહિત ક૨વામાં આવે છે ત્યારે જ આત્માર્થે સફળ થાય છે, સમકિત વિના કરોડો વર્ષ સુધી કરેલું ઉગ્ર તપ પણ મોક્ષ આપી શકતું નથી.
શ્રી સમયસાર ગ્રંથમાં કુંદકુંદાચાર્યે તપ વિશે જણાવ્યું છે કે “પરમાર્થમાં અસ્થિત અર્થાત્ આત્માનુભૂતિથી રહિત જે જીવ તપ કરે છે તેનાં એ સઘળાં તપ અને વ્રતને શ્રી સર્વજ્ઞ ભગવાન બાળતપ અને બાળવ્રત કહે છે.”
ભગવતી આરાધનામાં તો ત્યાં સુધી કહ્યું છે કે, “જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે નિર્દોષ તપ વડે પુરુષને પ્રાપ્ત ન થઈ શકે, અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રજ્વલિત અગ્નિ ઘાંસને બાળી નાખે છે તેમ તપરૂપી અગ્નિ કર્મરૂપ તૃણને બાળીને ભસ્મ કરી દે છે. ઉત્તમ પ્રકારે કરવામાં આવેલા કર્માશ્રવ રહિત તપનાં ફળનું વર્ણન કરવામાં હજારો જીભોવાળા પણ સમર્થ થઈ શકતા નથી.”
તપ બે પ્રકારે છે: બાહ્ય અને આંતર. બાહ્યતપ છ પ્રકારે છે અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ. આંતરતપ પણ છ પ્રકારે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ) અને ધ્યાન.
આ સઘળા તપોમાં શુધ્ધ ઉપયોગરૂપ વીતરાગભાવની પ્રધાનતા છે, જે તપમાં વીતરાગભાવની વૃદ્ધિ થતી નથી તે સાચું તપ નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે,
“અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે કેમકે અનશનાદિ સાધન વડે પ્રાયશ્ચિત્ત આદિરૂપે પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે; તેથી ઉપચારથી અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે. કોઈ વીતરાગભાવરૂપ તપને ન જાણે અને આમને તપ જાણીને સંગ્રહ કરે તો સંસારમાં જ તે ભ્રમણ કરશે. બહુ શું કહીએ? એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારો
૧૭૭