________________
કેવળી પ્રભુનો સાથ
વિશેષ બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેમને વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી.”
અંતરંગ તપ એ જ વાસ્તવિક તપ છે, તો પણ ઘણીવા૨ લૌકિકજનો અંતરંગ તપનું મહત્ત્વ યથાર્થ ન સમજવાને કારણે અનશનાદિ બાહ્ય તપને આંતર તપ કરતાં ઘણું વિશેષ મહત્ત્વ આપતા દેખાય છે. ઉદા. તરીકે લોકો ભોજન-પાણીના ત્યાગને ઉપવાસ માને છે, જ્યારે ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિતિ કરવાનું નામ છે. પંચેન્દ્રિયના વિષય કષાય અને આહારના ત્યાગને ઉપવાસ કહે છે, બાકી સર્વ લાંઘણ છે.
આ પણ સમજવા યોગ્ય છે કે ઉક્ત બાર તપો ઉત્તરોત્તર અધિક ઉત્કૃષ્ટ અને મહત્ત્વપૂર્ણ છે. અનશનથી શરૂ કરી ઉત્તરોત્તર તપ ઉત્તમ થતાં જાય છે, અને છેલ્લું ધ્યાન તે સર્વોત્કૃષ્ટ તપ છે.
અનશનમાં ભોજનનો પૂર્ણ ત્યાગ છે, ત્યારે ઉણોદરીમાં પેટ અધૂરું રાખી ભોજન કરવામાં આવે છે. ભોજન માટે જતી વખતે આકરી પ્રતિજ્ઞા લેવી, અને તે પૂરી થાય તો જ ભોજન લેવું એ વૃત્તિસંક્ષેપ છે. છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો ત્યાગ કરવો એ રસપરિત્યાગ છે. આ ચારેય તપ ભોજનથી સંબંધિત છે.
અહીં એક ક્રમ દેખાય છે. જો ચાલે તો ભોજન ન કરવું, ન ચાલે તો અધૂરું પેટ રાખી એક વખત ભોજન કરવું, તે પણ અનેક નિયમો રાખીને કરવું, અને બની શકે તેટલા રસત્યાગ સાથે નિરસ આહાર કરવો. આ રસત્યાગ બદલી બદલીને કરવાનો રહે છે જેથી શરીરની જરૂરિયાત પૂરી થાય છતાં જીભની લોલુપતા પર પ્રતિબંધ આવે. આ પરથી સ્પષ્ટ થાય છે કે તપ શરીરને સૂકવવા માટે નથી પણ ઇચ્છાનિરોધ માટે છે.
અનશનમાં ભોજન કરવામાં આવતું નથી ત્યારે ઉણોદરીમાં જરૂર કરતાં ઓછું ભોજન લેવામાં આવે છે. વિચારતાં જણાશે કે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહી ભોજન પાસે પહોંચવું જ નહિ, તેના કરતાં નિર્વિઘ્ને ભોજન મળવા છતાં, સ્વાદ લીધા
૧૭૮