________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
૩. સામાયિક પ્રતિમાધારી. ૪. પર્વવ્રતી (પૌષધ, ઉપવાસ) પ્રતિમાધારી. પ. પ્રાસુક આહારી ૬. રાત્રિભોજન ત્યાગી ૭. મૈથુનત્યાગી ૮. આરંભ ત્યાગી ૯. પરિગ્રહ ત્યાગી ૧૦. કાર્યાનુમોદના રહિત ૧૧. ઉષ્ટિ આહાર ત્યાગી. આ પ્રતિમા પાલન કરતાં કરતાં શ્રાવક પોતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કરે છે. | મુનિધર્મમાં જ્ઞાનદર્શનચારિત્રની ઉત્તમ આરાધના થઈ શકે તેવા દશ પ્રકારના વિશેષ ધર્મો પ્રભુએ ઉપદેશ્યા છે. ઉત્તમ પ્રકારનાં ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ પ્રકારના મુનિધર્મ પ્રભુએ જણાવ્યા છે.
આ દશ પ્રકારના ધર્મને પાપકર્મનો નાશ કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા છે. પણ તે ધર્મ પુણ્યના માટે એટલે કે પુણ્ય ઉપાર્જન કરવાના પ્રયોજનથી અંગીકાર ન કરવા એમ શ્રી પ્રભુએ જણાવ્યું છે. પુણ્ય ઇચ્છનાર તો સંસારને ઇચ્છે છે; કારણ કે પુણ્ય સુગતિનું કારણ છે મોક્ષનું નહિ. મોક્ષ તો પાપ અને પુણ્ય બંનેનો ક્ષય કરવાથી થાય છે. પુણ્યબંધ મંદ કષાયથી થાય છે. પુણ્યની ઇચ્છા એ મંદકષાય નથી, તેથી પુણ્યચ્છા કરવી ઇષ્ટ નથી.
આ દશે ધર્મ દયાપ્રધાન છે દયા એ ધર્મનું મૂળ છે. આ ધર્મને યથાર્થ રીતે પચાવે ત્યારે તે સમ્યકત્વધારી જીવમાં માર્ગ સંબંધ નિઃશંકતા, નિરાકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ ગુણો પ્રગટ થાય છે.
આ દશ પ્રકારના ધર્મને જાણનાર તથા જેમનામાં નિઃશંકતાદિ આઠ ગુણો પ્રગટ થયા છે તેવા ધર્મને જાણનારા તથા આચરનારા આત્માઓ દુર્લભ છે. સંસારમાં જીવ ધર્મને જાણતો નથી, ઘણા કષ્ટ તેને કોઈ જાણે છે તો મોહરૂપ પિશાચ તેને ધર્મ આચરવા દેતો નથી. તેમ છતાં મહાબળવાન થઈ જો જીવ નિંદ્રોક્ત વીતરાગધર્મમાં પ્રીતિવાન થાય અને તેને આચરે તો તે થોડા કાળમાં મોક્ષને પામે છે.
૧૭૫