________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી તીર્થકર ભગવાનને લોકાલોકનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેમ છતાં તે જ્ઞાન તેઓ દેશનામાં સ્વેચ્છાએ આપતા નથી. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા લઈ તેઓ આ જ્ઞાન પ્રસારિત કરે છે. તેમણે પૂર્વકાળમાં ૨૦૦થી વધારે ભવ સુધી વેદેલા કલ્યાણના ભાવને છોડવાનો જ્યારે તેમને પ્રસંગ આવે છે ત્યારે તેઓ એ ભાવ ૐ ધ્વનિથી વેદી પ્રસારિત કરે છે. ૐ નાદ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. એ નાદમાં તેમણે પોતાના પૂર્વે થઈ ગયેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી એ પાંચે પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાવ્યા હોય છે. દેશના સમયે આ સર્વ પરમાણુઓ ‘ૐ ધ્વનિ' રૂપ બની તેમના આખા દેહમાંથી પ્રસરતા રહે છે, તેમનો આત્મા તે વખતે પણ સ્વસ્વરૂપમાં લીન રહે છે. ધ્વનિનું આ પ્રસારણ સર્વ પંચપરમેષ્ટિનું અનુસંધાન કરી પૂર્ણ વીતરાગતાથી થતું હોય છે. દેશના સમયે આખા દેહમાંથી પ્રસરતો ૐ ધ્વનિ સૂચવે છે કે શ્રી પ્રભુને સર્વમાં સમાનપણું છે, આ સમાનપણું પૂર્વના સર્વ ઇષ્ટ ભગવંતની કૃપાથી અને તેમણે વહાવેલા કલ્યાણના ભાવથી ભીંજાયેલું છે. તેમનામાં જ્ઞાન પૂર્ણતાએ પ્રકાશતું હોવા છતાં, પંચપરમેષ્ટિ ભગવંતે પ્રરૂપેલા જિનમાર્ગમાં આજ્ઞાધીન રહી, પરમેષ્ટિ ભગવંત પાસેથી મળેલા જ્ઞાનને વધારે પ્રાધાન્ય આપી ૐ ધ્વનિથી જ્ઞાનને પ્રસારિત કરે છે. આ પ્રક્રિયા શ્રી તીર્થકર પ્રભુનાં આજ્ઞાધીનપણાને, નિર્માનીપણાને અને પરમ વિનયને સૂચવે છે. આ ભાવમાં જો લેશ પણ ન્યૂનતા હોત તો શ્રી તીર્થંકર પ્રભુના આખા દેહમાંથી ૐ ધ્વનિ પ્રગટ થઈ શકત નહિ. તેમની દેશના અન્ય કેવળ પ્રભુની જેમ ભાષાની બનત, આ ૐ નાદની પ્રક્રિયા આણાએ ધમો, આણાએ તવો' નું સાર્થક્ય જગત સમક્ષ પ્રગટ કરે છે. તે સાબિત કરે છે કે પરમજ્ઞાની તથા પરિપૂર્ણ એવા શ્રી તીર્થપતિ જે આજ્ઞામાર્ગનું આરાધન કરે છે તે સર્વોત્તમ છે. એટલું જ નહિ, પણ એનાથી નિશ્ચિત થાય છે કે સ્વચ્છેદથી શુદ્ધિ કે સિદ્ધિ મળી શકતાં નથી, શુદ્ધિ તેમજ સિદ્ધિ માત્ર પ્રભુ આજ્ઞામાં જ સમાયેલાં છે.
આવા ઉત્તમ આજ્ઞાપાલનનો બીજો પૂરાવો પણ આપણને દેશના વખતે જોવામાં આવે છે. શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા મુખ્યતાએ પોતાના સ્વરૂપમાં લીન રહે છે, પરંતુ
૩૯૩