________________
આણાએ ધમ્મો, આણાએ તવો
રહેવાથી નવાં કર્મોનો આશ્રવ પણ ઘણો ઘટતો જાય છે. બાહ્યતપ મુખ્યતાએ શરીર સાથે અને આંતરતા મુખ્યતાએ મનના સંયમિત ભાવ સાથે સંબંધ ધરાવે છે. આ બારે પ્રકારનાં તપ સામાન્યપણે સંજ્ઞીપંચેંદ્રિય જીવ જ આરાધી શકે છે, કેમકે તેમાં કામ નિર્જરા સમાયેલી છે. અને કોઈ પણ અસંજ્ઞી જીવ સકામભાવ કરતા ન હોવાને કારણે આમાનાં કોઈ પણ પ્રકારનું તપ ઇચ્છાપૂર્વક આચરી શકતા નથી.
ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા આહારના ત્યાગને અનશન વ્રત કહ્યું છે. જો કે ત્રસકાય જીવ માત્ર સ્થળ પૌગલિક આહાર કરતા જ હોય છે, અને કર્મોદયને કારણે આહાર ન મળે ત્યારે તેમનાથી આહાર ગ્રહણ કરી શકાતો નથી. અહીં એ સ્થિતિની વાત નથી. અહીં તો ઇચ્છાપૂર્વકનો જોઈતા પ્રમાણમાં આહાર મળતો હોવા છતાં જીવ પોતાનો સંયમ કેળવવાના હેતુથી ઇચ્છાપૂર્વક આહાર ગ્રહણ ન કરે અને મનની શાંતિ રાખી શકે તેને અનશન વ્રત કહ્યું છે. જે જીવ પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક થોડો ઓછો આહાર ગ્રહણ કરે તેને ઉણોદરી વ્રત કહ્યું છે. આ વ્રતમાં તરતમતા પ્રવર્તી શકે છે. જોઈએ તે કરતાં અડધો જ ખોરાક ગ્રહણ કરી ચલાવે, ત્યાંથી શરૂ કરી જરૂર કરતાં એક કે બે કોળિયા ઓછો આહાર કરે તે સર્વ ઉણોદરી વ્રતમાં સમાય છે. ઉદર એટલે પેટ. તેને ઉણું રાખવું, જરૂર કરતાં ઓછું ભરવું તે ઉણોદરી વ્રત ગણાય છે.
જીવ પોતાના સંયમને ચકાસવા પોતે ધારેલા અમુક અભિગ્રહ પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરવો કે ભોજન કરવું, અને તેમ ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરવું તેને વૃત્તિસંક્ષેપ કહેલ છે. આ ઉપરાંત ઘણી વસ્તુઓ હોય તો તેમાંથી અમુક જ સંખ્યામાં વાનગી ગ્રહણ કરવી તેને પણ વૃત્તિસંક્ષેપ કહેવામાં આવે છે. ખાવા તથા પીવાની સર્વ વસ્તુઓનો સ્વાદ લેવામાં જીવને જોડાવા ન દેવો, અને જરૂર પૂરતી, શરીર નિર્વાહ પૂરતી જ સંયમિતભાવે વસ્તુ ગ્રહણ કરી ભોજન કરવું તે વૃત્તિસંક્ષેપ. સ્વાદ માટે ભોજનનાં મુખ્ય છ રસ પ્રવર્તે છે. ખારો, ખાટો, તીખો, ગળ્યો, તૂરો અને કડવો. આમાંથી વારાફરતી એક એક રસનો ત્યાગ કરી નિરસ ભોજન કરતાં શીખવું તે રસપરિત્યાગ કહ્યો છે. વારાફરતી રસનો ત્યાગ હોવાથી શરીરને પોષક
૩૩૫