________________
કેવળી પ્રભુનો સાથ
તત્ત્વો મળી રહે, પણ કોઈ રસની આસક્તિ વિશેષ ન થાય તે હેતુથી આ તપ સર્જાયું જણાય છે.
આ ચારે પ્રકારનાં તપની રચનાનો ક્રમ સમજવા યોગ્ય જણાય છે. જો ચાલે, શક્ય રહે તો ભોજન જ ન કરવું. આમ કરવાથી હિંસા અટકી જાય છે, અને ખાવાની પ્રવૃત્તિમાં જે સમય વપરાતો હતો તે આત્મપ્રવૃત્તિ કરવા માટે વાપરી શકાય છે. પરંતુ આહાર વિના છદ્મસ્થ જીવથી સદાકાળ રહી શકાતું નથી, તેવા સંજોગોમાં અધુરું પેટ ભરી ભોજન કરવું હિતાવહ ગણ્યું છે. તેની સાથે સાથે અનેક નિયમો રાખી ભોજન કરી સંયમ વધારવાનું ઇચ્છયું છે. તે ઉપરાંત બને તેટલા રસનો ત્યાગ કરી નિરસ આહાર કરતાં શીખતાં જવું. આમ શરીરની જરૂરિયાત પૂરતો આહાર ગ્રહણ કરવાનો, અને તેની સાથે જીભની લોલુપતા છોડાવવા પ્રતિબંધ વધારતા જવો એવો ક્રમ અહીં જોવા મળે છે. આ પરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે તપ એ શરીરને સૂકવવા કે દમવા માટે નહિ, પણ ઇચ્છાનિરોધ કરવા માટે, બેફામ વર્તતી ઇચ્છાઓનો સંયમ કરવા માટે આચરવાનું છે. જેને જિતેંદ્રિય થવું છે, સર્વ ઈન્દ્રિયો પર સાચો સંયમ કેળવવો છે તેને રસના - જીભ પર સંયમ લેવો ખૂબ જરૂરી છે. કારણ કે આ એક ઈન્દ્રિયને વશ કરવાથી અન્ય ઈન્દ્રિયો પર કાબુ જીવ સહેલાઈથી મેળવી શકે છે. આપણે જાણીએ છીએ કે જીવ ઘાનેંદ્રિય, ચક્ષુ ઈન્દ્રિય અને શ્રવણ ઈન્દ્રિય મેળવતાં પહેલાં રસના ઈન્દ્રિયની પ્રાપ્તિ કરે છે. ત્યાં સવાલ આવે છે કે શા માટે અન્ય ઈન્દ્રિયો કરતાં રસના પર સંયમ લેવો જીવને વધારે કઠણ થાય છે? આ બાબત વિશેષ વિચારણા કરતાં ખુલ્લું થાય છે કે અન્ય ઈન્દ્રિયના વિષયો પુગલ પરમાણુના બનેલા હોવા છતાં, તે પુગલો સૂક્ષ્મ હોય છે, અને દેહના બાહ્ય સ્પર્શથી જ તેનું અનુસંધાન થાય છે. જેમકે સ્વરના પુગલો કાનના બહારના ભાગમાં અથડાઈ કાર્ય કરે છે, આંખને દશ્ય પદાર્થો આંખથી ઘણા ઘણા દૂર પણ હોય છે, પણ આંખને સ્પર્શીને કોઈ પદાર્થ દશ્ય બનતો નથી, સુગંધ કે દુર્ગધના પરમાણુઓ પણ નાકને બાહ્યથી સ્પર્શ આપી પોતાનું કાર્ય કરે છે, અને સ્પર્શ પણ શરીરના બાહ્યભાગને લક્ષીને જ શાતા અશાતા જીવમાં ઉત્પન્ન કરે છે. પણ સ્વાદેંદ્રિયને પોષવા માટે તો જીવે ધૂળ પુદ્ગલ
૩૩૬