________________
કેવળી પ્રભુનો સાથ
નીતિપાલન કરતાં શીખે છે, પોતાની નીતિમત્તા વધારતો જાય છે, અને તે રીતે વર્ત કર્મના આશ્રવને તોડે છે તથા સંવરને વધારે છે. સાથે સાથે પૂર્વકર્મની નિર્જરા પણ વધારે છે. આમ કર્મભાર ઘટી જવાથી તેને આત્માની અનુભૂતિ પ્રગટ થાય છે અને વધતી જાય છે. આ રીતે આજ્ઞાપાલન સહિતનું ધર્મ આરાધન જીવને કર્માશ્રવથી બચાવે છે, અને તેની વિશુદ્ધિ ઝડપથી વધારી શકે છે. આવી સમગ્ર પ્રવૃત્તિના ફળરૂપે જીવ નવાં કર્મ કેમ ઓછાં બંધાય અને જૂનાં કર્મ કેમ વધારે જલદીથી નીકળે તેની જાણકારી મેળવે છે. તે જાણકારીનો સદુપયોગ કરી તે કર્માશ્રવ ઘટાડતો જાય છે.
તે જીવ જ્યારે આશ્રવ ઘટાડવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેને પૂર્વમાં બાંધેલા અંતરાય કર્મ, અશાતા વેદનીય આદિ કર્મ વિઘ્નરૂપ બની ધર્મકાર્ય કરતાં અટકાવે છે. ધર્મ પ્રવૃત્તિ કરવામાં તે કર્મો મુશ્કેલી ઊભી કરે છે. ભોગવવી પડતી આવી મુશ્કેલીઓથી તે અકળાય છે, અશાંત થાય છે, અને પૂર્વની ભૂલોનો ભૂક્કો કરવા તે તૈયાર થાય છે. એક પછી એક કરેલી ભૂલોનાં પરિણામ ભોગવીને નિવૃત્ત કરવાની પ્રવૃત્તિ જો તે સ્વીકારે તો તેમ કરવામાં એટલો લાંબો ગાળો પસાર થઈ જાય કે તેની ધર્મપ્રવૃત્તિ કોરાણે મૂકાઈ જાય, મળેલાં માનવ જીવનનું સફળપણું ક૨વું દુર્લભ થઈ જાય. આવા સમયે તે જીવ સહજપણે પોતાના સદ્ગુરુની સહાય ઇચ્છે છે. તેમની પાસે વિનમ્ર બની માર્ગદર્શન માગે છે; અને શ્રી સદ્ગુરુ તેને કર્મને ઝડપથી નિવૃત્ત કરવા માટે, શ્રી પ્રભુએ સૂચવેલો તપના આરાધનનો માર્ગ સમજાવે છે. તપનું આચરવું એ જીવને માટે પૂર્વે એકત્રતિ કરેલા સર્વ કર્મના જથ્થાને જલદીથી વિખે૨વા માટે રામબાણ ઈલાજ છે. તેનાથી જે જે તપનું આરાધન થઈ શકે તે તે તપ તેને સહાયકારી થાય છે.
શ્રી પ્રભુએ તપના બા૨ પ્રકાર જણાવ્યા છે. તેમાંથી છ તપ બાહ્યતપ છે અને છ પ્રકારનાં તપ આંતરતપ છે. બાહ્યતપના પ્રકારમાં અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયકલેશ આવે છે. આંતરતપના પ્રકારમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. આ બધાં પ્રકારનાં તપમાંથી જે જે જીવથી જે જે પ્રકારનું આરાધન થાય તે તે કરતા રહે તો એના થકી ઘણાં કર્મોની નિર્જરા વધતી જાય છે, અને તે તપ સમ્યપ્રકારે કરતા
૩૩૪