________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આપે છે, તેને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તેની સ્પષ્ટતા થતી જાય છે. સ્પષ્ટતાની વર્ધમાનતા થવાથી આત્માનાં ગુણોની અને લક્ષણોની જાણકારી વધે છે, તે ગુણોનો તેને અનુભવ પણ થાય છે. આ અનુભવ ધર્મ એટલે ગુણ અને લક્ષણ એ અર્થને સત્ય ઠરાવે છે. ચાર પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ ધર્મ ગણાયો છે, આ ધર્મ પણ સત્ય પુરુષાર્થ કરવાથી સફળપણું પામે છે તે સમજાતાં ધર્મ એ ચાર પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ છે તે નક્કી થઈ જાય છે. વળી દાનપ્રવૃત્તિ કે પુણ્યકાર્યને પણ ધર્મ કહેવામાં આવે છે. શ્રી સદ્ગુરુ તેના શિષ્યને આજ્ઞામાર્ગની સમજણનું દાન આપે છે, શિષ્ય આજ્ઞામાર્ગની સમજણનું દાન સ્વીકારે છે. ગુરુશિષ્ય બંને પોતપોતાની કક્ષા અનુસાર તથા ભાવ અનુસાર પુણ્ય બાંધે છે, આમ ધર્મ એટલે દાન અથવા પુણ્ય એ અર્થ પણ સાર્થક થાય છે. ધર્મના આવા જુદા જુદા અર્થો પર ભાર મૂકીને જુદા જુદા મહાત્માઓ જુદી જુદી રીતે ધર્મની સમજણ લોકોને આપતા રહે છે. તેમાં તેમની કક્ષા પ્રમાણે ધર્મની ગૂઢતા તથા રહસ્ય પણ છતાં કરતાં જતાં હોય છે. આ સર્વના આધારે મહાત્માઓથી નિરૂપાતો ધર્મ અમુક સંપ્રદાય તરીકે ઓળખાતો થાય છે. આમ ધર્મ એટલે સંપ્રદાય એ અર્થ સૂચક બની જાય છે. આ રીતે એક “આજ્ઞા’ શબ્દને યોગ્યતાએ સમજવાથી “ધર્મ' શબ્દના તમામ અર્થનો સુમેળ આપણને જોવા મળે છે.
શ્રી સદગુરુના સંપર્કમાં આવ્યા પછી, સંસારથી છૂટવાની પોતાની ભાવનાને લીધે જીવ નક્કી કરે છે કે મારે છૂટવું હોય તો ગુરુએ કહેલા માર્ગે ચાલવું જોઈએ, તેમની આજ્ઞા માનવી જોઈએ; આમ કરવાથી મને તેમના તરફથી સન્માર્ગનું દાન મળશે જેથી ધર્મમાર્ગની પ્રક્રિયા મને જાણવા મળશે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરી તેનું પાલન કરવા તે સક્રિય થાય છે. આમ તે ચાર પુરુષાર્થમાંના એક પુરુષાર્થ “ધર્મ” ને આદરે છે, ધર્મનો પુરુષાર્થ સમ્યક્ઝકારે કરવાથી તે જીવને આત્માનાં ગુણો તથા લક્ષણોનું ભાન થઈ તેની અનુભૂતિ આવતી જાય છે. આમ આગમાદિ શાસ્ત્રોમાં વર્ણવેલો મોક્ષમાર્ગ શું છે તેની જાણકારી તેને મળે છે. પરિણામે આલોક, પરલોક, ઈશ્વર, કર્મ આદિ તત્ત્વો વિશેની ગૂઢ તત્ત્વસભર જાણકારી તેને મળવા લાગે છે. આ જાણકારીથી કાર્ય અને તેનાં ફળ કેવાં હોય તે જ્ઞાનનો સદુપયોગ કરી તે જીવ સદાચારી બની
૩૩૩