________________
કેવળી પ્રભુનો સાથ
ગુરુએ આપેલા દાનનો પ્રભાવ છે. આવી સભાનતા તેને અભિમાન, સ્વછંદ આદિ દોષોની વૃદ્ધિથી રક્ષણ આપે છે, અને તેને નવાં બંધનમાં પડતાં અટકાવે છે; એટલું જ નહિ પણ પૂર્વ સંચિત આવા દોષોની નિર્જરા કરાવી તેનામાં નમ્રતા, નિર્લોભતા, ક્ષમાભાવ આદિ ગુણો ઉત્પન્ન કરે છે. તેમાંથી આત્માનુભવમાં જવાની અને એવો અનુભવ વારંવાર કરવાની તેની તાલાવેલી સહજતાએ વધતી જાય છે. આવી તાલાવેલી તથા ગુરુ પ્રતિની શ્રદ્ધાને કારણે તેનામાં ગુરુ પ્રતિનો વિનયભાવ અને અહોભાવ વધતા જાય છે. શ્રી ગુરુ સાચા છે, સમર્થ છે, મારા તારણહાર છે, તેઓ સાચા તારક ગુરુ છે, આવા વિવિધ ભાવો તેને ગુરુ માટે ભક્તિસભર બનાવે છે. આ બધાંના સુમેળથી તેનામાં પોતાનું કલ્યાણ કરવા શું કરવું જોઈએ તે બાબતની જિજ્ઞાસા વધે છે, માર્ગદર્શન મેળવવાની તીવ્રતા થાય છે, અને તે અનુસાર વર્તવાનું તે નક્કી કરે છે. આ પ્રક્રિયામાંથી પસાર થવું તે “આજ્ઞા' નું પહેલું પગથિયું છે. આ પગથિયા પર ચડતી વખતે જીવને દેઢત્વ આવે છે કે “આજ્ઞા” માં મોક્ષમાર્ગ સમાયેલો છે.
આણાએ ધમ્મો' એટલે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. આત્માએ અનાદિકાળથી ગુમાવેલા સ્વરૂપને મેળવવું હોય તો તેણે શ્રી સગુરુએ બતાવેલા માર્ગે અર્થાતુ તેમની આજ્ઞાનું પાલન કરીને ચાલવું જોઈએ, એ તેનું કર્તવ્ય પણ છે, ફરજ પણ છે. જીવે પોતાનો મૂળભૂત સ્વભાવ પ્રગટ કરવો હોય તો, તેના સગુરુએ જે મા ચાલી પોતાના આત્મસ્વરૂપને પ્રગટાવ્યું છે તે માર્ગની જાણકારી મેળવી, એ જ માર્ગે પુરુષાર્થ કરવાની અનુજ્ઞા તેમની પાસેથી મેળવવી જરૂરી છે. અને એજ પ્રકારે વર્તવું તે આત્માનો અપૂર્વ સ્વભાવ છે. આ પ્રકારે વર્તતાં તે પોતાને જરૂરી એવાં સદાચાર, નીતિપાલન આદિ કરતાં શીખે છે; અને અનાદિકાળથી જે દુરાચાર અને સ્વચ્છંદ તે સેવતો આવ્યો હતો, તેનો ત્યાગ તે કરતો જાય છે. આવું વર્તન સ્વીકારતાં તે ધર્મ એટલે સદાચાર કે નીતિ વિષયક સમજણ એ અર્થનું સત્યપણું તેને સમજાય છે. આવા સદાચારના પાલનથી આત્માની જે પવિત્રતા થાય છે તેને લીધે તથા શ્રી સદ્ગુરુના માર્ગદર્શનથી તેને મરણ, ઈહલોક, પરલોક, ઈશ્વર આદિ અને ગૂઢ વિષયો વિશે સમજણ અને જાણકારી મળે છે, જે શાસ્ત્રોક્ત વિધિનિષેધની રસભર સમજણ
૩૩૨