________________
આણાએ ધમ્મો, આણાએ તવો
વિશુદ્ધિ પ્રગટયા પછી જ જીવમાં આ ભાવ અને શક્તિ ઉત્પન્ન થાય છે, તેથી આજ્ઞામાર્ગ અન્ય સર્વ માર્ગના ગુણોનો સમાવેશ કરનાર અને દૂષણોથી મુક્ત રહેનાર માર્ગ થઈ શકયો છે. તે કથન મનનીય છે.
જીવ સદ્ગુરુની આજ્ઞામાં આવ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે તેને તે ઉચ્ચ આત્મા માટે પ્રેમ અને પૂજ્યભાવ જાગ્યા હોય, તેમના પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ પ્રગટયાં હોય, અને ભક્તિ સાકાર થયા પછી અંતરંગથી તેમનું કહ્યું કરવાની અને તેમની ઇચ્છાએ ચાલવાની વૃત્તિ ક્રમે ક્રમે બળવાન થતી જતી હોય. તે જીવને સદ્ગમાં જો પ્રેમ કે શ્રદ્ધા હોય નહિ તો તે જીવ કદાપિ તે ગુરુનું કહ્યું કરવા ઇચ્છે નહિ, અને કહ્યું કરે નહિ તો કલ્યાણ થાય નહિ. વળી શ્રદ્ધા જાગ્યા પછી તે અહોભાવરૂપ ભક્તિમાં પરિણમે ત્યારથી તેને માર્ગની જાણકારી ગુરુ તરફથી મળવા લાગે છે, માર્ગનાં રહસ્યો આદિ પણ જાણવા મળે છે, પરંતુ મળેલાં જ્ઞાન માટે તેને અભિમાન આવતું નથી. તેને સ્પષ્ટપણે સમજ હોય છે કે આ જ્ઞાનપ્રાપ્તિ મને ગુરુની કૃપાને કારણે થઈ છે, તેમાં મારું પોતાનું કંઈ નથી. તેમની કૃપા ન હોત તો આ સર્વ જ્ઞાનસમૃદ્ધિથી હું વંચિત જ હોત, વળી તેને વારંવાર એવો અનુભવ થતો હોય છે કે જે જે સિદ્ધાંત, નિયમાદિ સમજવામાં તેને મુશ્કેલી પડે તે તે સર્વનું સમાધાન સર્વવસ્તુના પારગામી ગુરુ તરફથી મળતું જ રહે છે, એના કારણે શિષ્યને સ્વચ્છંદ કે અભિમાનથી બચવું ખૂબ સરળ અને સહેલું થઈ જાય છે.
જીવ સદ્ગુરુની આજ્ઞા મેળવવાનો કે પાળવાનો વિચાર કે નિર્ણય કરે ક્યારે? જ્યારે તેને શ્રદ્ધા આવે કે પોતે ધાર્યા છે તે ગુરુ સાચા છે, તેમની જાણકારી યથાર્થ છે, તેમનામાં માર્ગદર્શન આપવાની શક્તિ છે અને તે માટે જરૂરી એવો વાણીવૈભવ પણ છે. આથી તેમની પાસેથી સાચી સમજણ લઈ, તેમનું કહ્યું કરવાથી મારું કલ્યાણ થવાનું જ છે, આવો અંતરંગનો હકાર આવે તો તે મુખ્યતાએ ગુરુ પાસેથી માર્ગદર્શન લેવા માટે ઉત્સુક બને છે. વળી તેને તેમની જાણકારી, તેમની પ્રેમાળ હૂંફ સ્પર્શે છે ત્યારે જ ઉપર કહી તેવી શ્રદ્ધા તેનામાં જાગે છે. સાથે સાથે ગુરુની કૃપાથી તેની માર્ગની જાણકારી વધે છે અને સન્માર્ગે પુરુષાર્થ કરવાથી તેની આત્મશુદ્ધિ પણ વધે છે. તેમ છતાં તેને સભાનપણું રહે છે કે પોતાને મળેલાં જ્ઞાન તથા આત્માની શુદ્ધિ
૩૩૧