________________
કેવળી પ્રભુનો સાથ
દર્શાવી છે. માનવી બધું છોડે છે, પણ માન છોડતાં તેને અતિ અતિ કષ્ટ લાગે છે. આ માનભાવના સદ્ભાવમાં મિથ્યાત્વ ડોકિયાં કરે છે. અને તે વખતે ઉત્તમ માર્દવાદિ ધર્મ પ્રગટ થઈ શકે નહિ. તેમ છતાં જેમનું મિથ્યાત્વ પ્રાયે દબાયું હોય કે તૂટયું હોય તેમને માનની ચાહના અને ઉપસ્થિતિ એ ચારિત્રમોહનો દોષ બને છે, જે ક્રમે કરીને ટળી જાય છે, એકાએક ટળતો નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ સાથે જીવનો માનકષાય ગળવા લાગે છે, અને જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ માન તૂટતું જાય છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીમાં ક્રમે ક્રમે જીવનું માન ઓછું ને ઓછું થતું જાય છે, અને બારમાને અંતે ચારે ઘાતકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
કેટલીકવાર મનુષ્યો પોતાનાં જીવનમાં કષાયને જરૂરી માને છે, તેમને લાગે છે કે અમુક પ્રમાણમાં ક્રોધ કે માનભાવ ન હોય તો બધા તેમના માથે ચડી જાય અને જીવનવ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલી શકે નહિ. આ પ્રમાણે માનાદિ કષાયને ઉપાદેયા માનવામાં આવે તો તેને ધર્મ પ્રગટે નહિ. કષાયો પ્રત્યેની આવી ઉપાદેયબુદ્ધિ છૂટે ત્યારથી આ કષાયો ભૂમિકા પ્રમાણે ક્રમશ: છૂટતા જાય છે.
આ કષાયો પ્રયત્નપૂર્વક છોડયાં છૂટતા નથી, તે તો નિમિત્ત મળતાં જીવને થયા જ કરે છે એવું જોવામાં આવે છે. જો આ કષાયની ઉત્પત્તિનું કારણ સમજવામાં આવે તો જ તેને છોડવાનો રસ્તો જીવને મળે. જ્યાં સુધી આત્મા પરપદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે અને પોતાને શ્રેષ્ઠ સમજે છે ત્યાં સુધી અનંતાનુબંધી માન ઉદ્ભવે છે. પણ
જ્યારે તે સર્વજ્ઞપ્રભુ પાસે પોતાની અલ્પતા સ્વીકારી તેમના માટેના પ્રેમભાવ અને પૂજ્યભાવમાં સરકે છે ત્યારથી તેના માનભાવનો ક્ષય શરૂ થાય છે. જ્યાં સુધી સર્વજ્ઞ વીતરાગ પ્રભુ પ્રતિનો અહોભાવ આવતો નથી ત્યાં સુધી પૂર્ણ શુધ્ધાત્માનો અનાદર અનંતાનુબંધી કષાયમાં તેને લઈ જાય છે. અને જેમ જેમ આત્માનુભવ આવે છે તેમ તેમ તે માન ગળતું જાય છે, અને છેવટે તેનો પૂર્ણ ક્ષય થતાં પૂર્ણતા પ્રગટ થાય છે.
૧૩૪