________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
કે તેઓ તેમ સમજવામાં સત્ય શ્રધ્ધાન કરે છે, જો તેઓ તેના આધારે પોતાને બીજાથી ઊંચા માને તો તે જ્ઞાનમદ થાય છે. આવો જ્ઞાનમદ કેવળ પ્રભુને નહિ પણ ક્ષયોપશમ જ્ઞાનવાળાને અને તેમાંય મુખ્યત્વે મિથ્યાજ્ઞાનીને આવી શકે છે. જેમને સમ્યક્દર્શન છે તેમને અનંતાનુબંધી માન ઉદયમાં હોતું નથી, પણ અપ્રત્યાખ્યાન આદિ સંબંધી માન વર્તે છે. તેમ છતાં તેને માનની સાથે એકત્વબુદ્ધિનો અભાવ હોવાથી આંશિક માઈવધર્મ વિદ્યમાન રહે છે.
અનંતાનુબંધી માનનું મુખ્ય કારણ શરીરાદિ પર પદાર્થ તેમ જ પોતાની વિકારી અને અલ્પવિકસિત અવસ્થામાં એકત્વબુદ્ધિ છે. મુખ્યતાએ જીવને શરીર સાથેની એકતા કારણરૂપ છે. રૂપ, કુલ, જાતિ, બળ, આદિ શરીર સાથે સંબંધ ધરાવે છે. પણ જે વ્યક્તિ શરીરને પોતાથી ભિન્ન અનુભવે છે તેને શરીર આશ્રયી મદ સંભવી શકતો નથી. વળી આ પદાર્થોની ક્ષણિકતા જ્ઞાનીઓને સ્પષ્ટ અનુભવાતી હોય છે. તેથી તેવા પદાર્થના આશ્રયે તેમને માન થતું નથી. ઐશ્વર્ય કે ઋદ્ધિ એ બાહ્ય પદાર્થ છે, ક્ષયોપશમ જ્ઞાન આત્માની અલ્પવિકસિત અવસ્થા છે... આ બંનેનું ક્ષણિકપણું જ્ઞાનીને મદથી દૂર રાખે છે. જેઓ ધન, બળ, રૂપ, ઋદ્ધિ, આદિના આધારે મદ કરે છે, તેનો છેવટે મદ ખંડિત થાય છે, કેમકે આ પદાર્થોના સંયોગનો વિયોગ નિશ્ચિત છે. અને એ વખતે મદ તૂટે છે.
આ પરથી સમજાય છે કે માઈવધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્વબુદ્ધિ તોડવી જોઇએ. દેહાત્મબુદ્ધિ મિથ્યાત્વને કારણે થાય છે, તેથી મિથ્યાત્વનો અભાવ કરવો અનિવાર્ય બને છે. મિથ્યાત્વનો અભાવ સમ્યક્દર્શનથી થાય છે. સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થતા કષાયો પ્રત્યે હેયબુદ્ધિ જરૂરી છે; તે વિના તેનો અભાવ થઈ શકતો નથી.
કેટલીકવાર સન્માનના નામે માનભાવ સેવવામાં આવે છે. બીજાએ માન આપ્યું અને પોતે લીધું...સૂક્ષ્મતાએ વિચારતાં તેમાં પણ માન ભરેલું જોવામાં આવે છે. અને તે બંધનકારક થાય છે. આથી તો જ્ઞાની ભગવંતોએ મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા
૧૩૩