________________
કેવળી પ્રભુનો સાથ
માને ત્યારે માની થાય. એ જ રીતે ધન ન હોવાથી જો તે પોતાને દીન માને (લાચા૨) તો માની થાય. દીનતા એ માનનું એવું સ્વરૂપ છે કે જેને લોકો માન તરીકે માનવા તૈયાર થતા નથી. પણ દીનતા એક પ્રકારનું માન છે, કારણ કે તેમ ન માનીએ તો માનના અભાવે દીનતા (લાચારી) પણ માર્દવ બની જાય. પણ જ્યારે દીનતા નમ્રતાના અર્થમાં સમજીએ ત્યારે એ માર્દવ ગુણનું પ્રતિનિધિત્વ કરે છે એ ભૂલવું ન જોઇએ. લાચારીમાં ‘જોઇએ છે પણ નથી' તેનાં દુ:ખની લાગણી પ્રગટે છે. પણ દીનતામાં નિસ્પૃહતાની લાગણી ડોકિયાં કરે છે અને તે માર્દવગુણને અમુક અંશે પ્રત્યક્ષ કરાવે છે.
માર્દવ એ આત્માનો ગુણ છે અને ધર્મ છે; ત્યારે માન કષાય એ અધર્મ છે આત્માના ધર્મ કે અધર્મને આપણે ધન, જાતિ, કુળ, બળ આદિ પ૨પદાર્થથી માપી ન શકીએ. એમ કરતાં અતિવ્યાપ્તિદોષ આવે છે. એ પૂરેપૂરું સંભવિત છે કે જીવ પાસે ધન હોય પણ ધનમદ ન હોય, બળ હોય પણ બળમદ ન હોય, રૂપ હોય પણ રૂપમદ ન હોય ઇત્યાદિ, એ જ રીતે ધન ન હોય પણ ધનમદ હોય, બળ ન હોય પણ બળમદ હોય, રૂપ ન હોય પણ રૂપમદ હોય. એટલે કે જ્યાં અસમાનતા નાનાં મોટાંનો ભેદ હોય છે ત્યાં એ વિકાર આત્મશાંતિનો ભંગ કરે છે; આ ભેદના અભાવનું નામ માર્દવ છે. હું મોટો કે હું નાનો એ ભાવ ભેદસૂચક છે, શાંતિ તોડનાર છે. તે માનભાવ છે. સમભાવ આવતાં આ ભેદ ભૂંસાય છે અને માર્દવ પ્રગટે છે. જે માને કે ‘હું કોઈથી મોટો નથી' તેને માન નથી અને ‘હું કોઇથી નાનો નથી' તેને લાચારી કે દીનતા નથી. લૌકિક દૃષ્ટિથી માન અને દીનતા વચ્ચે ભેદ દેખાય છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિથી અને તેમાં પણ માર્દવધર્મના સંદર્ભમાં અભિમાન અને દીનતા એ બંને માનનાં જ રૂપ છે. તેમાં ઝાઝો ફરક નથી. માર્દવધર્મ બંનેના અભાવથી ઉત્પન્ન થતી અવસ્થા છે.
—
–
જેવા હોઇએ તેવા પોતાને માનવામાં માન નથી કેમકે તે સત્ય શ્રધ્ધાન અથવા સત્યજ્ઞાન છે. જેવા નથી તેવા ઊંચા કે નીચા પોતાને માનવાથી માન કે લાચારી આવે
છે, માર્દવધર્મ ખંડિત થાય છે. જ્ઞાની પોતાને જ્ઞાની માને તો તે જ્ઞાનમદ નથી કારણ
,
૧૩૨