________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પોતાથી નીચો રાખીને, ક્રોધીને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી, ત્યારે માનીને ભીડ જોઇએ, જેમાં તે બીજા પાસે ઊંચો દેખાઈ આવે. ક્રોધી ક્રોધનાં નિમિત્તને દૂર કરવા ઇચ્છે છે ત્યારે માની માનનાં નિમિત્તોને સાચવવા ઇચ્છે છે. ક્રોધી વિયોગ અને માની સંયોગ માગે છે. આમ જીવ ક્રોધ અથવા માન એમાંના કોઈ નિમિત્તને આધીન થાય છે.
માન આઠ પદાર્થોના આશ્રયે સંભવે છે. આચાર્ય શ્રી સમંતભદ્રાચાર્ય રત્નકરંડ શ્રાવકાચારના ૨૫મા શ્લોકમાં જણાવ્યું છે કે, “જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર આ આઠ વસ્તુઓના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માનરહિત ભગવાન માન કહે છે.”
હું જ્ઞાની છું” એ ભાવના આશ્રયે જે માન થાય છે તેને જ્ઞાનમદ કહે છે. એ જ પ્રમાણે કુળ, જાતિ, ધન, બળ વગેરેના આશ્રયે જે માન થાય છે તે કુળમદ, જાતિમદ, ધનમદ, બળમદ આદિ રૂપે ઓળખાય છે. આ મદ માટે મોટાભાગના એમ સમજે છે કે ધનવાનને ધનમદ હોય, રૂપવાનને રૂપમદ હોય, બળવાનને બળમદ હોય. તેથી રહિતને તે તે મદ સંભવે નહિ. પણ વિવેકથી વિચારતાં આ યુક્તિયુક્ત લાગતું નથી. જો એમ જ હોય તો જ્ઞાનમદ જ્ઞાનીને હોવો જોઇએ. એમ તો સંભવતું નથી. જ્ઞાનમદ અજ્ઞાની કરતા હોય છે. તે જ ન્યાયે આઠે પ્રકારના મદ અજ્ઞાનીને હોય, જ્ઞાનીને નહિ. એ જ રીતે જ્ઞાનમદ અજ્ઞાનીને હોઈ શકે તો ધનમદ નિધનને, બળમદ (નિર્બળને) બળહીનને, રૂપમદ કુરૂપને, પણ હોઈ શકે છે. વળી જેની પાસે આ આઠમાંથી એક પ્રકારનું ઐશ્વર્ય ન હોય તેને પણ મદ સંભવે છે. જો તે મદરહિત હોય તો તે માર્દવગુણના ધણી થાય છે. અને એ ન્યાયે દીન, કુરુ૫, નિર્બળ, નીચ, અજ્ઞાની જનો પણ માર્દવયુક્ત બની જશે, જે સંભવિત નથી. તે ઉપરાંત સર્વ અસંજ્ઞી જીવો પણ માર્દવગુણયુક્ત થઈ જશે.
વાસ્તવિકતા તો એ છે કે ધનના સંયોગથી પોતાને મોટો માને તે ધનમદવાળો થાય. ધન હોવા માત્રથી માની બની જવાતું નથી, પણ તે હોવાથી પોતાને મોટો
૧૩૧