________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ માર્ગપ્રાપ્તિનો એ જ માર્ગ છે.” (પોષ ૧૯૪૭. આંક ૧૯૪)
આજ્ઞાનાં માર્ગમાં પ્રવર્તી, સતત આજ્ઞાએ ચાલી, વિકાસ વધારતા રહેવાનો તેમનો પુરુષાર્થ સં. ૧૯૪૭ માં ખૂબ જોવા મળે છે. પરિણામે આ વર્ષના મહાવદ ત્રીજના દિવસે તેમને પરાભક્તિની પ્રાપ્તિ થઈ હતી. એમની આજ્ઞાભક્તિ એક સોપાન ચડી.
“આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણાં દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે, આજે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે જ આજની પરમ અદ્ભુત દશા છે.” (મહાવદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧).
આજ્ઞામાં ચાલીને માત્ર ત્રણ મહિનાના ગાળામાં તેઓએ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીનો વિકાસ કર્યો, જ્ઞાન અને દર્શનનાં ઘણાં ઘણાં આવરણો તોડયાં અને સાથે સાથે સ્ત્રી, કુટુંબ, પરિગ્રહ, કીર્તિ આદિનો રાગ તોડી નિસ્પૃહતા અને અસંગતા તેમણે વધાર્યાં હતાં.
“ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.” (ફાગણ સુદ ૫, ૧૯૪૭. આંક ૨૧૪).
“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે હિર ઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ.” (વૈશાખ વદ ૮, ૧૯૪૭. આંક ૨૪૭).
૪૧૧