________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે. એનો અર્થ એ થાય છે કે જેમ જેમ જીવના શુભ ભાવો પ્રબળ થતા જાય છે તેમ તેમ દુર્ગધ છોડનારા અશુભ પરમાણુઓ દેહમાંથી નીકળતા જાય છે અને તેનું સ્થાન શુભ સુગંધી પરમાણુઓ લેતાં જાય છે. અને તે જીવને શુભભાવની માત્રા જે પ્રમાણમાં હોય છે તેના પ્રમાણમાં તે જીવના દેહમાંથી સુગંધનો ધોધ છૂટે છે. સામાન્ય જીવ માટે પણ આ નિયમ કાર્યકારી થતો હોય છે તો પછી જે આત્મા સર્વોત્તમ શુભભાવ સાથે પૂર્ણતા પામ્યો હોય તેની સુગંધની માત્રા કેટલી વિશેષ તથા અદ્ભુત હોય તેનું સૂચવન લોકોને પ્રભુના આ અતિશયથી મળે છે. - શ્રી તીર્થંકર પ્રભુનો દેહ તેમના કલ્યાણભાવને કારણે જન્મથી જ સુગંધી હોય છે, તેમના દેહમાંથી મીઠી સુગંધ છૂટયા જ કરતી હોય છે, અને તેમને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ્યા પછી તેમના દેહનાં સુગંધ તથા કાંતિમાં ધરખમ વધારો થઈ જાય છે. તેમ છતાં આ સુગંધના ફેલાવાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. તેથી દેવો પ્રભુ પ્રતિના પોતાના પૂજ્યભાવને કારણે પોતાને મળેલી ઋદ્ધિનો ઉપયોગ કરી સુગંધના ક્ષેત્રને ખૂબ વિસ્તૃત કરે છે. તેમની શક્તિના પ્રભાવથી પ્રભુની ચારેબાજુ એક જોજનના વિસ્તારમાં સુગંધનો પમરાટ ફેલાયેલો રહે છે. આ ક્ષેત્રફળમાં જે કોઈ પ્રવેશે તેને આ સુગંધનો અનુભવ થાય છે. વળી, આ સુવાસની સાથે સાથે જીવને ઠંડકનો પણ અનુભવ થાય છે, અને તેનાથી જીવ શાતા વેદે છે.
દેવો પોતે સુવાસિત વાતાવરણમાં રહે છે અને તેમને તે અતિ પ્રિય હોય છે. પ્રભુ જ્યારે પૂર્ણ થઈ તેમનાથી અનેકગણી ઉત્તમ પદવીને પ્રાપ્ત થાય છે, ત્યારે તેમને પ્રભુ માટે એટલો બધો અહોભાવ આવે છે કે પ્રભુની પવિત્રતાનો લોકોને પરિચય કરાવવા તેમની આસપાસનું વાતાવરણ સુગંધિત કરે છે. દેવોમાં અનેક પ્રકારની સુગંધ ફેલાવવાની શક્તિ હોવા છતાં તેઓ મુખ્યતાએ ગુલાબ તથા ચંદનની અને ક્યારેક કેસરની સુગંધ ફેલાવતા હોય છે. ગુલાબની સુગંધ કર્મોનો ક્ષય સૂચવે છે. કર્મો ક્ષય થવાથી આત્માની પવિત્રતા વધે છે, અને વધતી પવિત્રતાથી જન્મતી સુગંધ ગુલાબના ફુલની સુગંધને મળતી આવે છે. આથી કર્મક્ષય જણાવવા દેવો – ગુલાબની સુગંધ પ્રસરાવે છે – આ પ્રસારણ પ્રભુના આત્માની પવિત્રતા
૪