________________
શ્રી અરિહંતનો મહિમા
જાય છે, અને તે ક્ષેત્રની સમૃદ્ધિ વધતી જાય છે; આમ થવાનાં નિમિત્ત બને છે શ્રી તીર્થંકર પ્રભુ.
શ્રી પ્રભુ જે સ્થળે હતા તે સ્થળના લોકો તેમનો પરમાર્થ લાભ લે છે, અને પોતાનો આત્મશ્રેય માટેનો પુરુષાર્થ વધારે છે. આ આરાધનથી તેમનું પુણ્ય ઉપાર્જન વર્ધમાન થાય છે, અને તે પણ ઊંચા પ્રકારનું થાય છે. આવા પુણ્યકાર્યની તાત્કાલિક પ્રતીતિ આપવા દેવો અમૃતવર્ષા કરે છે. તેનાથી એ સૂચવાય છે કે આ સ્થળે પ્રભુના પ્રત્યક્ષ યોગનો કાળ અહીં વર્તમાન માટે પૂરો થાય છે, અને તે યોગનો લાભ ઘણાં જીવોને મળ્યો છે તે પણ તેમાંથી જ નિષ્પન્ન થાય છે. વળી, સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવાથી ઘણાં ઘણાં જીવોના ભાવ વધારે ઊંચા અને શુભ થાય છે, જેના થકી તેમનું પુણ્યબળ ઘણું વધે છે; આ કાર્યની પ્રતીતિ માટે દેવો તે સ્થળે અમૃત વરસાવે છે. આ અમૃતથી ધરતીની ફળદ્રુપતા ખૂબ વધી જાય છે. તે ઉપરાંત આ વર્ષાથી પ્રભુની દેશના હવે પૂરી થઈ છે તેનો લક્ષ પણ જીવોને આવી જાય છે. લોકો પ્રભુના વીતરાગી બોધથી આત્મામાં કેવા તરબોળ બન્યા છે, તેનો લક્ષ બાહ્યથી આ અમૃતવર્ષા કરાવે છે. વળી આ અમૃત સુગંધમય હોવાથી તે સ્થળે મીઠી ખુબુ વહ્યા કરે છે, અને ઘણા કાળ સુધી તે પવિત્ર સ્થળનો લાભ સમવસરણમાં ન પહોંચનાર જીવને પણ મળી શકે છે. આમ આ દેવકૃત અતિશય લોકોને ખૂબ ઉપકારી બને છે.
૧૩. સુગંધ શ્રી તીર્થંકર પ્રભુ માટે ઉત્પન્ન થતો મિશ્ર અતિશય તે પ્રભુના દેહમાંથી ઉત્પન્ન થઈ, ચોમેર ફેલાતી સુગંધ છે. જીવ જેમ જેમ આત્મદશામાં આગળ વધતો જાય છે, શુદ્ધિ વધારતો જાય છે, તેમ તેમ તે જીવ જગતનાં અશુભ પરમાણુઓનો ત્યાગ કરી, શુભ પરમાણુઓનું ગ્રહણ વધારતો જાય છે, સાથે સાથે પૂર્વે ગ્રહણ કરેલાં અશુભ પરમાણુઓની નિર્જરા પણ વધારતો જાય છે. આ રીતે શુભ ભાવનું બળ અને તેનાં થકી ગ્રહણ કરેલાં શુભપરમાણુઓનું બળ વધવાથી તે જીવનાં દેહનાં પરમાણુઓ પણ શુભ થતાં જાય છે. આ પરમાણુઓ શરીરની દુર્ગંધને દૂર કરી સુગંધનો ફેલાવો
૭૩