________________
કેવળી પ્રભુનો સાથ
રંગબેરંગી હોય છે. જે પ્રકારની ફૂલશૈયામાં દેવો ઉત્પન્ન થાય છે લગભગ તે પ્રકારનાં આ ફૂલો હોય છે.
વિહાર કરી પ્રભુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પધારવાના હોય છે ત્યારે તેમના માર્ગમાં દેવો આ પ્રકારનાં રંગબેરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને માર્ગને ખૂબ શોભાયમાન બનાવે છે. સુશોભિત બનેલા માર્ગની એંધાણીથી પાત્ર જીવો સમજી જાય છે કે થોડા કાળમાં આ માર્ગે પ્રભુ પધારવાના છે. તેથી તે જીવો પ્રભુનો લાભ લેવા માટે પૂર્વતૈયારી કરી શકે છે. આમ ભાવિમાં પ્રભુનું અહીં આગમન થવાનું છે તેની સૂચના ગુપ્ત રીતે આપી દેવા લોકો પર ઉપકાર કરે છે, અને સાથે સાથે માર્ગમાં અચેત ફૂલો પાથરી તે જગ્યાને પ્રભુ માટે પવિત્ર બનાવે છે.
આ જ રીતે જે સ્થળે પ્રભુની દેશના છૂટવાની હોય તે જગ્યાએ સમવસરણની રચના કરતાં પહેલાં દેવો તે જમીનને સમથળ કરી તેનાં પર પુષ્પવૃષ્ટિ દ્વારા ફૂલોની બિછાત કરે છે. ધરતીને વિવિધરંગી ફૂલોની ચાદર ઓઢાડી શોભાયમાન કરે છે. અને સમવસરણમાં આવતાં જીવોને માટે અચેત ફૂલોની બિછાતથી ચાલવાનું અહિંસક બનાવે છે. આવી ધરતી પર દેવો સમવસરણની યોગ્ય રચના કરે છે. આ રીતે અચેત પુષ્પવૃષ્ટિ એ પણ પ્રભુનો દેવકૃત અતિશય છે.
૧૨. અચેત પાણીની વૃષ્ટિ શ્રી તીર્થકર પ્રભુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે અથવા તો તેમની દેશના સમાપ્ત થાય છે ત્યારે તે સ્થળે દેવો અચેત પાણીની વર્ષા કરે છે. પ્રભુ જે જગ્યાએથી વિહાર કરે ત્યાં અચેત પાણીની વૃષ્ટિ અર્થાત્ વરસાદ થાય છે, અને જે જગ્યાએ પહોંચવાના છે ત્યાં અચેત ફૂલો વરસે છે. દેશના છૂટતાં પહેલાં અચેત ફૂલો વરસે છે અને દેશના પૂરી થયા પછી અચેત પાણી વરસે છે. અચેત પાણી એટલે અમૃત. આ પાણી વાસ્તવિકતામાં તો મૃદુ પ્રકારનું અમૃત જ હોય છે. દેવલોકનું અમૃત ધરતી પર વરસે છે તેનાથી ધરતીનાં રસકસ ખૂબ જ વધી