________________
શ્રી અરિહંતનો મહિમા
હોય છે; અને તે સતત ફરતું રહે છે. આ ચક્ર સૂચવે છે કે તમે ગમે તેટલું પરિભ્રમણ કરો, સંસારમાં ફરતા રહો તો પણ ત્યાંથી કંઈ નવું મળવાનું નથી, સુખની નિત્યતા આવવાની નથી, માત્ર આ ધર્મનું યથાર્થતાએ આરાધન કરવાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકે છે. “આ પ્રભુ સારા જગતમાં ધર્મનો ફેલાવો કરી જીવને માટે સાચા સુખના માર્ગની લહાણી કરતા હોવાથી હું અગ્રેસર બની ધર્મચક્ર રૂપે એમની આગળને આગળ ચાલું છું, અને તમો સહુ ભવ્યોને એમનાં શરણમાં આવવા સૂચન કરું છું.” લગભગ આ પ્રકારનો સંદેશો તેનાં તરફથી જગતજીવોને મળતો રહે છે. આ પ્રકારના સંદેશાનો ફેલાવો ક૨વા માટે દેવો આવા ધર્મચક્રની રચના કરે છે. સાથે સાથે સ્વપુરુષાર્થથી સંસારનાં પરિભ્રમણમાંથી બહાર નીકળનાર પ્રભુનો મહિમા આ ધર્મચક્ર પ્રકાશિત કરે છે.
૧૦. ધર્મધજા
પ્રભુનાં મસ્તકના આગળના ભાગમાં ધર્મચક્રની સાથોસાથ ધર્મધજા પણ ચાલે છે. પ્રભુ ચોમેર ધર્મનો ફેલાવો કરનાર છે એવો સંદેશો સદાય ફરફરતી ધજા જીવોને આપ્યા કરે છે. જે ધર્મધજા પ્રભુનાં માતા ગર્ભકાળમાં જુએ છે, તે ધજા પ્રભુના અતિશયરૂપે સમાવેશ પામે છે. આ ધર્મધજાનું સર્જન દેવલોકનાં દેવો કરે છે. અને તે દ્વારા ધર્મનાં આચરણનું મહાત્મ્ય દેવો લોકોને સમજાવે છે. વિશેષમાં ધર્મધજા એ સૂચવે છે કે ચારે ગતિનાં સંશી પંચેન્દ્રિય જીવો માટે આ ધર્મમાર્ગ ખુલ્લો જ છે. આમ આ અતિશય દેવકૃત અતિશય ગણાય છે.
૧૧. અચેત ફૂલોની વૃષ્ટિ
શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે જ્યારે વિહાર કરવાના હોય છે અથવા દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે દેવલોકના દેવો તેને અવધિજ્ઞાનથી જાણી પ્રભુના ચાલવાના માર્ગમાં તથા સમવસરણનાં સ્થળે અચેત ફૂલોની વૃષ્ટિ કરે છે. આ ફૂલો દેવોએ વિકુર્વેલા તથા
૭૧