________________
કેવળી પ્રભુનો સાથ
વિહાર દરમ્યાન પ્રભુ જે પગ ઉપાડે ત્યાં તેની નીચે કમળ રચાતું જાય છે, બીજો પગ ઉપાડે ત્યારે તેની નીચે રહેલું કમળ વિલિન થાય છે અને તે પગ નીચે નવું કમળ રચાય છે. આમ પ્રક્રિયા ચાલે છે.
આ અતિશયનો એ ગૂઢાર્થ સમજાય છે કે પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરીને જાય છે ત્યાં ત્યાં તેમના નિમિત્તથી જીવો સંસારમાં જળકમળવત્ રહેવાનો પુરુષાર્થ ધારશે તો કરી શકશે. અને પ્રભુની ચોમેર ફેલાતી પવિત્રતાના સ્પર્શથી તે જીવો પરમાર્થે વિકાસ કરવા સુભાગી બનશે.
૮. ચામર શ્રી તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરે ત્યારથી શરૂ કરી પ્રભુ નિર્વાણ પામે ત્યાં સુધી તેમની બંને બાજુ બે શ્વેત ચામરો વિંઝાયા કરે છે. આ બંને ચામરો દેવોએ દેવલોકના ઉત્તમ તારથી ગૂંથ્યા હોય છે. અને તે નીચા નમી ઊંચા જાય, ફરીથી નીચા નમી ઊંચા જાય એમ થયા કરે છે, બાહ્યથી આ ક્રિયા એમ સૂચવે છે કે પ્રભુને જે જીવ પ્રેમથી નમે છે તે જીવ નિયમપૂર્વક ઊંચે જાય છે, અર્થાત્ આત્માર્થે પ્રગતિ કરે છે. અને તેનું અંતરંગ રહસ્ય આ પ્રમાણે સમજાય છે; શ્રી પ્રભુના આત્મપ્રદેશો પરથી પૂર્વે સંચિત કરેલાં કલ્યાણનાં પરમાણુઓ ફેલાયા કરે છે, તેનો વિસ્તાર આ બંને ચામરો કરે છે. અને જે જે જીવો પ્રભુની બાહ્યસમૃદ્ધિથી આકર્ષાઈ પ્રભુનાં ચરણમાં આવે છે તે તે જીવો પણ પ્રભુનાં કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરવા માટે અધિકારી થતા જાય છે. વિંઝાતા ચામરોમાંથી સતત ખૂબ મીઠી સુગંધ છૂટતી હોય છે. આવાં ચામરદ્ધયનાં દર્શન પામનાર, સ્પર્શ પામનાર સહુને લાભ થાય છે. આમ છતાં આ ચામરો સહુને દેશ્ય થાય છે એમ નથી, કોઇકને તે અદૃશ્ય પણ રહે છે.
૯. ધર્મચક્ર પ્રભુના મહિમાની લોકોને, તેમનાં મસ્તક પર રહેલાં ત્રણ છત્રો, બંને બાજુ વિંઝાતા બે ચામરો, અને આગળ ચાલતું ધર્મચક્ર જાણકારી આપે છે. આ ચક્ર નિયમથી ગોળાકાર
૭)