________________
શ્રી અરિહંતનો મહિમા
૬. ત્રણ છત્રો શ્રી અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારથી તેમનાં મસ્તક પર ત્રણ છત્રો સદાય છાયા આપ્યા કરે છે. પ્રભુ વિહાર આદિ કરી જ્યાં જાય ત્યાં આ છત્રો તેમની સાથે છાયા દેતા ફરતા રહે છે. આ છત્રો તેમનાથી ક્યારેય છૂટાં પડતાં નથી, સમવસરણમાં પણ દેશના આપતી વખતે ય છત્રો તેમના ઉપર રહે જ છે. જાણે તેમનું ત્રણ ભુવનનું સ્વામીત્વ સૂચવતા ન હોય!
ત્રણ છત્રમાં નીચેનું છત્ર સહુથી મોટું હોય છે, તેનાં ઉપરનું વચલું છત્ર થોડું નાનું હોય છે અને સહુથી ઉપરનું છત્ર વિસ્તારમાં સૌથી નાનું હોય છે. પ્રત્યેક છત્રની ધારી પર દેવલોકનાં રત્નો, મણિ તથા મોતી લટકાવેલાં હોય છે, તેનાથી આ છત્રોની શોભા ઘણી વધી જાય છે. આ છત્રોમાં જડેલાં રત્નો તથા મણિ એવાં પ્રભાવક હોય છે કે તે છત્રોને પ્રભુનાં મસ્તક પર રહેવા માટે બીજા આધારની જરૂર પડતી નથી. છત્રો સ્વયં પ્રભુનાં મસ્તક પર ટકી રહે છે, કોઈ દેવે કે અન્ય કોઈએ તેની સ્થિરતા માટે ખાસ લક્ષ આપવું પડતું નથી.
પ્રભુના આ અતિશયથી એમ સૂચવાય છે કે પ્રભુએ પ્રાપ્ત કરેલી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાનો ક્યારે પણ લોપ થવાનો નથી. આવાં છત્રનાં દર્શન કરવાથી સુભાગી જીવોને પ્રભુનાં પ્રભુત્વની જાણકારી આવે છે. ૭. સુવર્ણકમળ શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે ત્યારે તેમનાં નિષ્પાપી ચરણો ધરતીને અડતાં નથી, તેમના થકી પૃથ્વીકાયાદિની હિંસા પણ થતી નથી. તેમની ચાલ એવી હળવી, અને ધરતીને પગ ન અડે એવી રહેતી હોવાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પણ હણાતા નથી. આ તેમને પ્રગટેલાં જ્ઞાનનો અને યથાખ્યાત ચારિત્રનો અદ્ભુત મહિમા છે. તેમનાં આવાં નિષ્પાપી ચરણોનો મહિમા લોકો સમક્ષ પ્રગટ કરવા માટે દેવો તેમના વિહારનાં પ્રત્યેક પગલે એક એક સુવર્ણકમળની રચના કરે છે. અને એ દ્વારા દેવો પોતાનો પ્રભુ પ્રતિનો અહોભાવ વ્યક્ત કરે છે. સમગ્ર
૬૯