________________
શ્રી અરિહંતનો મહિમા
જણાવે છે, તથા તેમનાં સાનિધ્યમાં રહેવાથી જીવનો કર્મક્ષય ત્વરાથી થાય છે એ અતિશય પણ તેમાંથી અનુભવાય છે. પ્રભુ પોતાનાં ઘાતી કર્મોનો ક્ષય કરી અન્યનાં ઘાતી કર્મો ક્ષય કરાવવા તત્પર બન્યા છે એ સમજાવવા દેવો પ્રભુની આસપાસ ગુલાબની મહેક ફેલાવ્યા કરે છે. જ્યારે જ્યારે કર્મક્ષયનું નિમિત્ત બળવાન થાય ઉદા. ત. દેશના સમયે ઇત્યાદિ ત્યારે ત્યારે આ સુવાસ વધુ તીવ્ર બને છે.
આ જ રીતે દેવો વારંવાર ચંદનની સુવાસ પણ પ્રસરાવતા હોય છે. ચંદન શીતળતા આપે છે, આ શીતળતાને અમુક અંશે સુધારસ સાથે સંબંધ છે. જીવ સુધારસની શીતળતાનો સદુપયોગ કરી સહેલાઈથી પોતાની આત્મદશા વધારી શકે છે. પ્રભુ તો પૂર્ણ શીતળ છે, અને સુધારસથી ભરપૂર છે. તેઓ પોતાની અદ્ભુત શીતળતા કલ્યાણભાવ સાથે ચોમેર પ્રસરાવી રહ્યા છે. એ હકીકત જાહેર કરવાના ઉદ્દેશથી દેવો ચંદનની સુગંધની લહેરીઓ છોડતા રહે છે. ચંદનની સુવાસ દશાની વર્ધમાનતા બતાવે છે અને કર્મક્ષયની જાણકારી ગુલાબની સુગંધથી જીવને મળતી રહે છે. આ સુગંધી શીતળતા આપનાર વાતાવરણમાં આવતાં જીવો ખૂબ અંતરંગ શાંતિ વેદી કર્મક્ષય કરવા પ્રવૃત્ત થાય છે.
૧૪. સુખરૂપ તુ પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાંનું વાતાવરણ લોકોને સુખ આપનારું હોય છે. ઋતુના ઉપદ્રવથી જે અશાતા આવે છે તેનો અભાવ પ્રભુની વિદ્યમાનતાએ રહે છે. કોઈ પણ ઋતુ તીવ્ર સ્વરૂપ ધારણ કરતી નથી, માનવના દેહને અનુકૂળ થાય તેવી ઋતુ વર્યા કરે છે. સૂર્યની ગરમી શક્તિ વધારનાર થાય છે, વર્ષા અમૃતરૂપ બની ધરતીનાં રસકસ વધારે છે, શીતઋતુ ધનધાન્યની વૃદ્ધિ આપી વસ્તુઓની તંગી વરતાવા દેતી નથી, મતલબ કે પ્રભુની વિદ્યમાનતાએ પ્રત્યેક ઋતુમાં લોકોની સમૃદ્ધિ અને શાતા વધતાં હોય એમ જણાય છે. આ અતિશય મિશ્ર પ્રકારનો છે.
પ્રભુને શાતાવેદનીય ખૂબ બળવાન હોય છે તેથી તેમની આજુબાજુનું વાતાવરણ આરામદાયક અને શાતા આપનારું બને છે. વળી, દેવોને દેવલોકમાં સદાને માટે
૭૫