________________
કેવળી પ્રભુનો સાથ
શાતાકારી ઋતુ જ હોય છે. તેથી તેમને પૂજનીય અને વંદનીય એવા પ્રભુને પણ ખૂબ શાતાકારી ઋતુ મળ્યા કરે તેવા ભાવ થવાથી, પોતાનાં શાતાના અનુભવથી પ્રેરાઈને પ્રભુની આસપાસની જગ્યામાં આરામદાયક ઋતુ વર્તતી રહે એવો પુરુષાર્થ કરે છે. આમ પ્રભુના અન્યને શાતા આપવાના ભાવ ઝીલી સહેજે ઉત્પન્ન થતા સુખરૂપ ઋતુના અતિશયને દેવો દિવ્ય સ્વરૂપ આપે છે. અને તેને લીધે પ્રભુનો આ અતિશય મિશ્ર પ્રકારનો બને છે.
૧૫. નિયમિત ઋતુ આવો બીજો મિશ્ર પ્રકારનો અતિશય છે તે નિયમિત ઋતુ છે. પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં નિયમિત અને સુખરૂપ તુ રહ્યા કરે છે. પ્રભુની આસપાસના એક જોજન વિસ્તારમાં રોગ, મરકી, આદિ સમૂહગત ઉપદ્રવો સંભવતા નથી. અંગત કે વ્યક્તિગત રોગ આવી શકે છે, પણ લોક સમુદાયને સ્પર્શતી કઠણાઈ વર્તતી નથી. તીડ, મૂષક, મચ્છર આદિ જીવોથી થતો ઉપદ્રવ પણ રહેતો નથી. વરસાદ નિયમિતપણે માપમાં વરસે છે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતાં નથી, શીતળતા આરામદાયક હોય છે, અતિ શીત કે અતિ ઉષ્ણતા થતાં નથી. વળી, સામાન્યપણે ઋતુનો જે ક્રમ યોગ્ય હોય તે વર્યા કરે છે, તેમાં અલપઝલપ ફેરફાર થતાં નથી. આમ ઋતુનાં શાતા અને સુવિધા વર્યા કરે છે તે ઋતુનું નિયમિતપણું બતાવે છે.
આ પ્રકારે પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રસન્નતા આપતી ઋતુ રહ્યા કરે છે, અને સહુને શાતાકારી વાતાવરણ મળે છે. પ્રભુનાં અતિ બળવાન શાતા વેદનીય કર્મનો પ્રભાવ આને ગણી શકાય. તેમનાં શરીરમાંથી માત્ર શુભ પરમાણુઓ પ્રહાઈને છૂટાં પડે છે, તેની અસરને કારણે માત્ર શુભ પરમાણુઓ જ તેમની આજુબાજુમાં રહે છે, અને અશુભ પરમાણુઓ દૂર ને દૂર ધકેલાઈ જાય છે. અન્ય જીવોની અપેક્ષાએ વિચારીએ તો પ્રભુના બળવાન કલ્યાણભાવના નિમિત્તે તેમનાં પુણ્યનો પણ ઉદય થાય છે, પાપ દૂર જાય છે અને તેનાં ફળરૂપે તેમને નિયમિત તથા સુખરૂપ ઋતુની અનુભૂતિ થાય છે.
૭૬