________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આવા મનુષ્ય જન્મમાં જીવને માર્ગદર્શક સગુરુની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે પોતે તો માર્ગથી અજાણ છે, સ્વચ્છંદી છે અને માનભાવમાં ગરક હોય છે. આવા સંજોગોમાં જો પોતે પોતાની મેળે ધર્મ પામવા પ્રયત્ન કરે તો તે અનેક પ્રતિકૂળતા વચ્ચે ફક્સાઈ જાય છે. માર્ગની સાચી જાણકારી ન હોવાને કારણે તે ગમે તે ગેરમાર્ગે દોરાઈ શકે છે. પૂર્વ કર્મ તેને ઘેરી લઈ અયોગ્ય માર્ગે લઈ જઈ શકે છે. સ્વચ્છેદે માર્ગ આરાધતાં લબ્ધિસિદ્ધિની લાલચ અને તે દ્વારા માનકીર્તિના મોહમાં જીવ કલ્યાણ ચૂકી જાય છે. અને તે જીવ સંસારનો પાર પામવાને બદલે તેના મોહમાં ડૂબેલો જ રહે છે.
પરંતુ તે જ જીવ જો સમર્થ સદ્ગુરુના આશ્રય નીચે ધર્મ પામવાની પ્રવૃત્તિ કરે છે, તો ઉપર બતાવેલાં સર્વ વિઘ્નોથી તે બચી જાય છે. સમર્થ સદ્ગુરુનાં માર્ગદર્શનથી જીવ આડેઅવળે ભટકતો બચી સન્માર્ગમાં સરળતાથી આગળ વધી શકે છે. પૂર્વ કર્મનો બળવાન ઘેરો અકળાવે ત્યારે પણ શ્રી ગુરુનું માર્ગદર્શન તેને વિમાર્ગે જતો બચાવી, તેનું રક્ષણ કરી સન્માર્ગે વિકાસ કરાવે છે. અન્ય પ્રવર્તતાં કષ્ટોનો સામનો કેવી રીતે કરવો તેની ગુપ્ત ચાવી પણ તેને શ્રી સદ્ગુરુ પાસેથી જ મળે છે. વળી લબ્લિસિદ્ધિ, માન, કીર્તિનો મોહ કેવો ભયંકર અને નુકશાનકારક છે તેની સમજણ આપી શ્રી ગુરુ તેને આ મોહથી બચાવી કલ્યાણ તરફ દોરતા રહે છે.
આમ શ્રી સદ્ગુરુ ધર્મ આરાધન માટે ખૂબ ખૂબ ઉપકારી છે. પરંતુ તે લાભ લેવા માટે શ્રી ગુરુ પ્રતિ વિનયવંત થવું એ એટલું જ જરૂરી છે. સગુરુ પ્રતિ જીવને પ્રેમ, શ્રધ્ધા અને અર્પણતા જાગવાં જોઇએ, સાથે સાથે પરમ વિનય પણ શિષ્યમાં પ્રવર્તવો જોઈએ. જેને જીવ સદ્ગુરુ તરીકે સ્વીકારે તે ખરેખર સદ્ગુરુ છે તેની ચોક્કસાઈ થવી જોઈએ. એ ખાતરી આવ્યા પછી આ જ ગુરુ મારું કલ્યાણ કરનાર છે એવું શ્રધ્ધાન આત્મામાં પ્રવર્તવું જોઈએ. સાથે સાથે તે ઉત્તમ આત્મા માટે અંતરમાં ઊંડો પ્રેમ અનુભવાય તો જ જીવને કાર્યસિદ્ધિ કરવા પ્રેરણા મળે છે. જ્યાં સુધી પ્રેમ કે શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગમે તેવું ઉચ્ચ, સુંદર અને સત્ય માર્ગદર્શનને પણ અનુસરાતું નથી. તેનો નકાર જીવ કરી નાખે છે. આ શ્રધ્ધાન અને પ્રેમનાં
૧૪૯