________________
કેવળી પ્રભુનો સાથ
બ્રહ્મચર્યને ઘાતક છે એટલું જ નહિ પણ એમના માધ્યમ દ્વારા બહારનું જાણવું-દેખવું એ પણ બહ્મચર્યમાં બાધક છે.
ઉત્તમ બહ્મચર્ય પાલન માટે નિશ્ચય અને વ્યવહાર એમ બંને પ્રકારનાં બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. એક અંગની ઉપેક્ષા કરવાથી બ્રહ્મચર્યમાં ખામી આવે છે. જો માત્ર વ્યવહાર બ્રહ્મચર્યને જ બ્રહ્મચર્ય માનીએ તો આત્મરમણતાના અભાવમાં જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, તેથી તે યથાર્થ બ્રહ્મચર્ય નથી. માત્ર નિશ્ચય બ્રહ્મચર્ય હોય અને બાહ્યથી ન હોય તો તેના બંધ પણ જીવને પડે છે તેથી તે પણ યથાર્થ બ્રહ્મચર્ય કહી શકાય નહિ. આથી જીવનમાં બંને પ્રકારનાં બ્રહ્મચર્યનો સુમેળ હોવો આવશ્યક છે.
અહીં આપણે જોયું તે પ્રમાણે ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મ આત્માના બતાવ્યા છે. આ ધર્મનું પાલન કરતાં ઉત્તમોત્તમ મોક્ષગતિને જીવ પ્રાપ્ત કરે છે. આ ઉત્તમધર્મ પ્રાપ્ત કરવા માટે અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ, અન્યત્વ આદિ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ ખૂબ મદદરૂપ થાય છે તે આપણે જોયું. તેમાંથી ‘અહિંસા, સંયમ અને કપરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે એ વિધાનની સાર્થકતા સમજવાની છે.
અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ અને સંસારભાવનાનું અનુપ્રેક્ષણ કરી જીવ પોતાનાં ક્ષમા, માદેવ, આર્જવ અને શૌચધર્મને ખીલવવાનો પુરુષાર્થ શ્રી સદ્ગુરુ આશ્રયે કરે છે અને ચારે ઘનઘાતી કષાયોને મંદ કરે છે. તે દ્વારા જ્યાંથી પાપકર્મ પ્રવેશે છે તે છિદ્રોને બૂરી, આશ્રયદ્વાર બંધ કરે છે. આશ્રયદ્વાર બંધ કરવાથી આત્માના ફરતી એવી દિવાલ રચાય છે કે જેમાંથી કર્મોનો પ્રવેશ થતો અટકી જાય.
આશ્રદ્વાર બંધ કરવાથી કર્મ તરફથી થતો હલ્લો અટકી જતો નથી, અને એ હુમલો જો ચાલુ જ રહે તો આશ્રદ્વાર ખૂલી જવાનો સંભવ રહે છે, જેમાંથી પાપકર્મો પ્રવેશી જીવને દુઃખની ખીણમાં લઈ જઈ શકે. આ સ્થિતિમાં જવું ન પડે તે માટે
૧૯૦