________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શ્રી પ્રભુએ સંવરભાવના આપી છે. કર્મનો સંવર કરવો એટલે કર્મોને આવતા રોકવા, તેમના હલ્લાને ખાળવો, અને આશ્રવદ્યાર સુધી તેને પહોંચવા જ ન દેવા. આ માટે આશ્રવ, સંવર અને નિર્જરા એ ત્રણ ભાવનાનું અનુપ્રેક્ષણ સૂચવ્યું છે. તેમાં રહેલી ભાવનાને ગુણોમાં પલટાવવા માટે સત્યધર્મ અને સંયમધર્મનું પાલન સમજાવ્યું છે. સાચા અર્થમાં સત્ય અને સંયમ ધર્મનું પાલન, પાપકર્મ ઉત્પન્ન થાય તેવા ભાવથી જીવનું રક્ષણ કરે છે. પરિણામે આશ્રવદ્વાર ખુલી શકે એટલો બળવાન હલ્લો કર્મથી થઈ શકતો નથી. આમ આશ્રદ્વાર બંધ કરીને અને કર્મનો સંવર કરીને જીવ નવા પાપકર્મના પ્રવેશથી અટકી જાય છે.
તે પછીનો અધિકાર આવે છે, અણસમજ અને અજ્ઞાનતામાં એકઠી કરેલા અનંત કર્મબંધને કાઢવાના પુરુષાર્થનો. આ સકામ નિર્જરા કરવા માટે લોકસ્વરૂપ ભાવના, બોધદુર્લભ ભાવના અને ધર્મભાવના એ ત્રણ ભાવનાનું અનુપ્રેક્ષણ જીવને પુરુષાર્થ કરવા માટે ઉત્સાહીત કરે છે. લોક કેવો છે, તેમાં પોતાનું સ્થાન ક્યું વગેરેની વિચારણા જીવને પોતાનાં અલ્પત્વનું ભાન કરાવે છે. સાથે સાથે જે સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણાની સુવિધાવાળી અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે, અને તે સ્થિતિ ગયા પછી ફરીથી પ્રાપ્ત કરતાં કેટલો લાંબો કાળ પસાર થઈ જાય છે તેની સમજણ બોધિદુર્લભ ભાવના ભાવમાં આવે છે. આ ભાવનાને કારણે પૂર્વ સંચિત કર્મો વહેલામાં વહેલી તકે કાઢવા તે જીવ કૃત નિશ્ચયી બને છે. અને પરિણામે તે સત્યધર્મનું આચરણ કરવા તત્પર બની ધર્મભાવનાની અગત્ય સ્વીકારે છે. અંતરંગમાં જાગેલા આ ઉત્તમ ભાવોને વિકસાવવા તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મનું શરણું તે સેવે છે. તપના બાર પ્રકારમાંથી વધુમાં વધુ જેટલા પ્રકારનાં તપ તે કરી શકે તેટલાં કરી મોટા પ્રમાણમાં સકામ નિર્જરા કરે છે. તેથી આત્મશુદ્ધિ વધવા લાગે છે, વીર્ય વધે છે અને જીવ આત્માનુભૂતિમાં જે કંઈ બાધક હોય તે સર્વનો ત્યાગ કરવા ઉત્સાહિત થાય છે. ત્યાગને કારણે સ્વસંયમ વધે છે. ત્યાગનાં બીજાં પાસારૂપે તેનો આકિંચન્ય ધર્મ શુધ્ધ થતો જાય છે. પરિગ્રહ અને પરિગ્રહબુધ્ધિ લુપ્ત થતાં જાય છે. આમ જગતના પદાર્થો વિશે નિસ્પૃહપણું આવતાં તેની બ્રહ્મચર્ય પાળવાની,
૧૯૧