________________
કેવળી પ્રભુનો સાથ
બ્રહ્મમાં ચરવાની ક્ષમતા વિશેષ વિશેષ થતી જાય છે. આ દશાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ એ જ સર્વજ્ઞપણું છે.
આ પ્રકારે આત્માના દશ ધર્મ તથા તેને સહાયકારી બાર ભાવનાનાં સ્વરૂપને યથાર્થ પણે સમજીને આચરવાથી અનાદિકાળથી ચાલ્યું આવતું જીવનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. અનાદિકાળથી ન મેળવેલ આત્માનાં શાશ્વત સુખને આત્મા પ્રાપ્ત કરે છે. જગતમાં પ્રવર્તતાં અનંત પ્રકારનાં કષ્ટોથી આત્મા સદાકાળને માટે છૂટકારો પામે છે. સુખની શોધમાં અનાદિકાળથી ભટકવા છતાં જે શાશ્વતસુખની ઝાંખી પણ આવી નહોતી, તે સુખને હસ્તામલક્વત્ આ ધર્મ જ કરે છે. આ સર્વ ઉત્તમ લાભો ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' તે પુરવાર કરે છે.
ધર્મનાં આ શરણ વિના કોઈપણ જીવ શાશ્વત સુખના પડછાયાને પણ પામી શક્યો નથી, પરિભ્રમણની અલ્પતા કરી શક્યો નથી, જન્મ, જરા, મૃત્યુના કષ્ટથી બચી શક્યો નથી. અનંતાનંત જીવો આ શરણ વિના અનંતાનંત પ્રકારનાં દુઃખો આ લોકમાં ભોગવી રહ્યા છે તે હકીકત જ ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાને સમજાવે છે.
ધર્મનાં આવા ઉત્કૃષ્ટ મંગલપણાને પામવા માટે જરૂરી એવું તેનું અનન્ય શરણ જીવને સ્વયં પ્રાપ્ત થતું નથી, તે માટે ઉત્તમ સદ્ગુરુ રૂપ માધ્યમની જરૂરત રહે છે અને એ તથ્ય ધર્મનાં મંગલસ્વરૂપનાં એક અન્ય પાસાને ખૂલ્લું કરે છે.
અનાદિકાળથી રખડતા આત્માને ધર્મનાં સાચાં રહસ્યમય સ્વરૂપની જાણકારી સ્વયં તો પ્રગટતી નથી, એ મેળવવા માટે તેનાં જાણકાર અને તેને યથાર્થ પચાવનાર એવા સદ્ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય બને છે. જેમણે આત્માનુભૂતિ મેળવી છે અને ધર્મને યથાર્થતાએ પાળ્યો છે, તેમની અનુભવવાણી શરણે આવનારને ખૂબ ઉપકારી થાય છે. વળી આ ધર્મની વિશેષતા એ છે કે તેમાં ખૂબ જ વિશાળતા રહેલી છે, જેમણે ધર્મને અવધાર્યો છે તેમનાં હ્રદયમાં કોઈ પ્રકારના બદલાની આશા વગરનો કલ્યાણભાવ ઉત્પન્ન થાય છે. સહુ જીવ આવા સુખની અનુભૂતિ ત્વરાથી પામો એ ભાવ તેમનાં હ્રદયમાં ઘૂંટાય છે. પોતાને આવો કલ્યાણભાવ પોતાના ગુરુ પાસેથી
૧૯૨