________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
નિષ્કારણ કરુણાથી મળ્યો છે એ અનુભૂતિ તેને આવા કલ્યાણભાવ કરવા પ્રતિ દોરી જાય છે. અને ગુરુ પાસેથી મેળવેલો કલ્યાણભાવ શિષ્ય પ્રતિ વહાવી એ કૃતાર્થતા અનુભવે છે. કલ્યાણભાવની આ પરંપરા ધર્મને સર્વોત્કૃષ્ટ અને શાશ્વત મંગલરૂપ બનાવે છે તે સહેજે સમજી શકાય તેમ છે. આવી કલ્યાણની પ્રક્રિયા ક્યારે પણ સંસારમાં બનવી સંભવતી નથી. અનાદિકાળથી શરૂ થયેલી ધર્મની આ કલ્યાણભાવના અનંતકાળ પછી પણ એ જ રીતે સતત ચાલ્યા કરવાની છે, એ છે ધર્મનું સનાતનપણું અને મંગલપણું.
દેખીતી રીતે જ પ્રશ્ન થાય કે આ મંગલપણામાં ભરતી-ઓટ કે અભાવ સંભવી શકે કે નહિ?
શિષ્યને પ્રાપ્ત થયેલો કલ્યાણભાવ પોતાના સદ્ગુરુ પાસેથી મળ્યો હોય છે, તેમને તેમના ગુરુ પાસેથી, એમ પરંપરા ચલાવતાં તે શ્રી તીર્થકર પ્રભુ સુધી લંબાય છે. સર્વ સપુરુષો અને સદ્ગુરુઓ જગતજીવો પ્રતિ કલ્યાણભાવ સેવે છે ખરા, પણ તેમના કલ્યાણભાવમાં સમાવેશ પામતા જીવોની સંખ્યા મર્યાદિત હોય છે; અર્થાત્ જગતના જીવોના અમુક ભાગ સુધી જ તે વિસ્તરિત થયેલી હોય છે. તેમાં અપવાદ છે શ્રી તીર્થંકર પ્રભુ તથા પંચપરમેષ્ટિ ભગવંત. તેમના આત્મામાં આ કલ્યાણભાવના જીવ સમસ્ત સુધી અને ઉત્કૃષ્ટતાએ ખીલે છે. એમની આ ભાવનાને કારણે તેમનામાં ધર્મ ઉત્કૃષ્ટતાએ અને સર્વાગીપણે પ્રગટ થાય છે. પરિણામે તેઓ ધર્મના પ્રણેતા, સ્થાપક અને પ્રસારક બને છે.
શ્રી તીર્થંકર પ્રભુ આદિએ જીવ સમસ્તના કલ્યાણભાવ પોતાના આત્મામાં ઘૂટયા હોય છે; અને જ્યારે તેઓ સિદ્ધ થાય છે ત્યારે અનંતજીવો કલ્યાણને પામ્યા હોતા નથી. આ અપેક્ષાએ તેમના કલ્યાણભાવ અધૂરા રહ્યા છે એમ કહી શકાય. વળી કોઈ પણ ભાવ નિષ્ફળ નથી, એ સર્વજ્ઞ ભગવાનનું જ વચન છે, તો આવો ઉત્કૃષ્ટ કલ્યાણભાવ કેવી રીતે નિષ્ફળ હોઈ શકે ? પરિણામે શ્રી તીર્થકર ભગવાન સહિતના પરમેષ્ટિ જ્યારે સિધ્ધ થાય છે ત્યારે તેઓ વણ વપરાયેલાં આ કલ્યાણનાં પરમાણુઓ
૧૯૩