________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
માનવા પડે, કેમકે એમને કાન જ નથી તો તેનું વિષયસેવન ક્યાંથી હોય? એજ રીતે અન્ય ત્રણ ઇન્દ્રિય માટે પણ કહી શકાય, જેમાં બ્રહ્મચારીપણું સંભવિત નથી. આજ ન્યાયે જો સ્પર્શેન્દ્રિય રહિત જીવોને બ્રહ્મચારી માનીએ તો હરકત આવતી નથી કેમકે એવા આત્મા તે સિધ્ધ ભગવાન જ છે, જેઓ પૂર્ણ બ્રહ્મચારી છે. કોઈ સંસારી જીવ તો સ્પર્શેન્દ્રિય રહિત નથી. આ ન્યાયે સ્પર્શેન્દ્રિયના વિષયત્યાગમાં પાંચ ઇન્દ્રિયના વિષયત્યાગનો સમાવેશ કરી શકાય છે. અને એથી આચાર્યોએ સ્પર્શેન્દ્રિયનાં વિષયસુખનાં ત્યાગને કેમ બહ્મચર્ય કહ્યું છે તે સમજી શકાય છે.
રસનાદિ ચાર ઇન્દ્રિયો ન હોય તો સાંસારિક જીવન ચાલી શકે છે, પરંતુ સ્પર્શેન્દ્રિય વિના સાંસારિક જીવન સંભવિત નથી. બેથી પાંચ ઇન્દ્રિયના વિષયના સેવનમાં અંતરા હોય છે, પણ સ્પર્શનનો વિષય નિરંતર ચાલુ હોય છે. મુખ, નાક, કાન અને ચક્ષુ જરૂર પડયે બંધ કરી શકાય છે, પણ સ્પર્શેન્દ્રિય બંધ કરી શકાતી નથી. તેથી સ્પર્શેન્દ્રિય ક્ષેત્રથી અને કાળથી અખંડ છે. અન્ય ચાર ઇન્દ્રિયો કાળથી કે ક્ષેત્રથી અખંડ નથી. સ્પર્શેન્દ્રિયનો સથવારો શરૂ થયા પછી આજ સુધી છૂટયો નથી, તેથી કાળથી અખંડ છે, અન્ય ઇન્દ્રિયો આવે અને જાય એમ હોવાથી અખંડ નથી. સ્પર્શેન્દ્રિયનો સંયોગ સહેલાઈથી છૂટતો નથી, છૂટે ત્યારે મોક્ષ મળે છે. તેથી નિશ્ચિત થાય છે કે જ્યાં સુધી સ્પર્શેન્દ્રિયના વિષયને જીવ જીતતો નથી ત્યાં સુધી તે પૂર્ણ સુખી કે પૂર્ણ સ્વતંત્ર થઈ શકતો નથી. તેથી સ્પર્શેન્દ્રિયના વિષયને પોતાનો સૈકાલિક મહાશત્રુ જાણી આચાર્યોએ એના વિષયત્યાગને બ્રહ્મચર્ય કહેલ છે.
પંચેન્દ્રિયના વિષયભોગના ત્યાગની વાત તો જગત સહેલાઈથી સ્વીકારે છે, પણ ઇન્દ્રિયજન્ય જ્ઞાનદર્શનને આત્મરમણતામાં બાધક કહેવામાં આવે છે ત્યારે તે સ્વીકાર્ય થતું નથી. વિચારતાં સમજાય છે કે આત્મા ઇન્દ્રિયના વિષયોથી પર છે, તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ નથી. તેથી ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત આત્માને સહવામાં મન તથા ઇન્દ્રિયો નિરુપયોગી, બાધક અને ઘાતક છે. ઇન્દ્રિયો બહિર્મુખ પ્રવર્તે છે, આત્માને અંતર્મુખ વૃત્તિથી સમજવાનો છે. આથી ઇન્દ્રિયોના વિષયો ભોગવવા તે
૧૮૯