________________
કેવળી પ્રભુનો સાથ
એ જ રીતે અન્ય ઇન્દ્રિયોના વિષયો પણ વાસ્તવિક રીતે આત્મલીનતામાં બાધક છે. રસનાનો સ્વાદ માણતી વખતે, સુગંધી દ્રવ્યની મીઠાશ અનુભવતી વખતે, સુંદર દેશ્યનો આસ્વાદ લેતી વખતે અથવા તો મધુર સંગીત શ્રવણમાં ઓતપ્રોત થતી વખતે આત્મામાં લીન થઈ શકાતું નથી. કોઈ એકાદ ઇન્દ્રિયના વિષયમાં આત્માની મગ્નતા તેને આત્મલીનતાથી વંચિત રાખે છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે પંચેન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિથી નિવૃત્તિ એ નાસ્તિથી બ્રહ્મચર્ય છે, અને આત્મલીનતા એ અસ્તિથી બ્રહ્મચર્ય છે.
આચાર્ય ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં બહ્મચર્યવ્રતની ચર્ચા કરતી વખતે જણાવ્યું છે કે શ્રવણ, નિરીક્ષણ, સ્મરણ, રસાસ્વાદ, શૃંગાર, અનંગક્રીડા ઇત્યાદિ બહ્મચર્યનાં ઘાતક છે. તે પરથી નક્કી થાય છે કે આત્મલીનતા પૂર્વક પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ એ જ વાસ્તવિક બહ્મચર્ય છે.
જો કે શાસ્ત્રોમાં આચાર્યોએ બ્રહ્મચર્યની વિચારણા કરતાં સ્પર્શ ઇન્દ્રિયના વિષયત્યાગ પર અધિક ભાર મૂક્યો છે, ક્યારેક અન્ય ઇન્દ્રિયના વિષય ત્યાગનો ઉલ્લેખ પણ નથી કર્યો; તેનો અર્થ આપણે એમ કદાપિ ન કરી શકીએ કે એમણે રસનાદિ ચાર ઇન્દ્રિયના વિષય સેવનને બ્રહ્મચર્યનું ઘાતક નથી માન્યું, અથવા એના સેવનની છૂટ રાખી છે. જ્યારે તેમણે સ્પર્શેન્દ્રિય જીતવાની વાત કરી છે ત્યારે તેમનો આશય પાંચ ઇન્દ્રિયોના વિષયત્યાગ કરવા પ્રતિ જ છે, કારણ કે સ્પર્શનમાં પાંચે ઇન્દ્રિયો ગર્ભિત રીતે આવી જાય છે.
સંસારના પરિભ્રમણની શરૂઆતથી જીવને સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે તે સિદ્ધ થતા સુધી રહે છે, ક્યારે પણ જીવ સ્પર્શેન્દ્રિય રહિત બની ભમતો નથી. અન્ય ઇન્દ્રિયો હોય વા ન હોય એ ખૂબ જ સંભવિત છે પણ પરિભ્રમણ કરતા જીવને સ્પર્શેન્દ્રિયનો અભાવ ક્યારે પણ હોતો નથી. તેથી તે ઇન્દ્રિય જીતે તેને ગર્ભિત રીતે અન્ય ઇન્દ્રિયો જીતાઈ જાય છે. ઉદા.થી સમજીએ. કર્મેન્દ્રિયના વિષયસેવનના અભાવને જો બ્રહ્મચર્ય કહીએ તો પછી ચાર ઇન્દ્રિય સુધીના જીવોને બ્રહ્મચારી
૧૮૮