________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ બહ્મચર્ય બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ આત્મા, તેમાં ચરવું, રમવું એ જ બ્રહ્મચર્ય છે. “અણગાર ધર્મામૃત'માં કહ્યું છે કે, “પર દ્રવ્યોથી ભિન્ન જે શુદ્ધ બુદ્ધ નિજ આત્મા તેમાં ચર્યા અર્થાતુ લીનતા થવી એને જ બ્રહ્મચર્ય કહે છે.” વ્રતોમાં સર્વશ્રેષ્ઠ એવા આ બ્રહ્મચર્ય વતનું જેઓ પાલન કરે છે તેઓ અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત કરે છે.
જ્યાં લગી સ્વાત્માને જાણવામાં, અનુભવવામાં ન આવે ત્યાં સુધી તેમાં લીનતા થઈ શકે નહિ. તેથી કહ્યું છે કે આત્મલીનતા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાપૂર્વક થાય છે. ‘ઉત્તમ’ શબ્દ પણ એ જ અર્થનો બોધક છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે નિશ્ચયથી જ્ઞાનાનંદસ્વભાવી આત્માને જ પોતાનો માનવો, જાણવો, એમાં એકરૂપ થવું એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે, શુધ્ધ ચારિત્ર છે. - વર્તમાનમાં બ્રહ્મચર્યનો જે અર્થ સમજવામાં આવે છે તે મુખ્યતાએ સ્થૂળ છે. તેમાં સ્પર્શેન્દ્રિયના વિષય સેવનના ત્યાગરૂપ વ્યવહાર બહ્મચર્યને જ બ્રહ્મચર્ય માનવામાં આવે છે, તેમાંય સ્પર્શેન્દ્રિયના સંપૂર્ણ વિષયત્યાગને નહિ, માત્ર એક ક્રિયાવિશેષ(મૈથુન)ના ત્યાગને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. સ્પર્શેન્દ્રિયના આઠ વિષયનો પણ નિર્દેશ કરવામાં આવતો નથી, તો તેની સૂક્ષ્મતા તરફ તો અંગુલિ નિર્દેશ ક્યાંથી હોય?
સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો છેઃ ઠંડો, ગરમ, કઠોર, નરમ, લૂખો, ચીકણો, હલકો અને ભારે. આ આઠે વિષયોમાં આનંદ સેવવો એ સ્પર્શેન્દ્રિયના વિષયોનું સેવન જ છે. એ.સી., હીટર, નરમ ગાદલું વગેરે દ્વારા આનંદ અનુભવવો એ સ્પર્શેન્દ્રિયનો જ વિષયભોગ છે. અને એ વિષયભોગો અમુક અંશે બ્રહ્મચર્ય પાલનમાં બાધારૂપ છે. વ્યવહારમાં મૈથુનત્યાગને બહ્મચર્ય માની લેવામાં આવ્યું છે કારણ કે તેના ભાગમાં જે કષાયદિની ઉત્પત્તિ છે તે અન્ય સ્પર્શેન્દ્રિયના ભોગ કરતાં અનેકગણી વધારે છે. પણ શુદ્ધ બ્રહ્મચર્ય માટે તો સ્પર્શેન્દ્રિયના સર્વ ભોગોપભોગો બાધાકારક ગણી ત્યાજ્ય છે.
૧૮૭