________________
શ્રી અરિહંતનો મહિમા
કેવળી કે નપુંસકવેદે સિદ્ધ થતા આત્માનું નિમિત્ત મેળવે અને એ પુરુષાર્થ અનુસાર યોગ્યાયોગ્ય રુચક પ્રદેશ મેળવી વિકાસ સાધે છે. અને ત્યાર પછી પણ પોતાના પુરુષાર્થનું તરતમપણું કરી પરિભ્રમણનું પણ તરતમપણું કરી શકે છે. આમ જીવને નિત્યનિગોદથી શરૂ કરી સિદ્ધ થતાં સુધી સ્વતંત્રતા મળે છે, અને તેના સદુપયોગ કે દુરુપયોગ અનુસાર તેનાં ભાવિનું ઘડતર થયા કરે છે. સિદ્ધભૂમિમાં સ્થિર થયા પછી કોઈ જાતનો ફેરફાર તેમને સંભવતો નથી.
આ વિચારના ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે જીવને વિકાસ કરવા માટે ઉપાદાન તથા નિમિત્તની ઉત્તમતા ખૂબ ઉપકારી થાય છે. જીવની પાત્રતા હોવી તે ઉપાદાન અને વિકાસ કરવા માટે ઉત્તમ પુરુષનો સથવારો તે નિમિત્ત છે. અહીં આપણે અરિહંત પ્રભુનો મહિમા સમજવા માટે ઉપાદાનને ગૌણ કરી નિમિત્તની ઉત્તમતાની જાણકારી મેળવવા પ્રયત્ન થયા છીએ. એ અપેક્ષાનો વિચાર કરીએ ત્યારે આપણને સમજાય છે કે પંદર પ્રકારે સિદ્ધ થતા આત્માઓમાં સૌથી ઊંચો પ્રકાર શ્રી અરિહંત પ્રભુનો છે. તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ પોતાનું વીર્ય ખૂબ ફોરવી ભાવિમાં તીર્થકર થાય છે. તેમના પછીના વીર્યવાન આત્મા છે શ્રી ગણધર. તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ પોતાનું વીર્ય ખૂબ ફોરવી ભાવિમાં ગણધરપદને પામી સિદ્ધ થાય છે. અન્ય પ્રકારે સિદ્ધ થતા આત્માનાં નિમિત્તે ઇતર નિગોદમાં આવનાર જીવ સામાન્ય પ્રકારે સિદ્ધ થાય છે, તેમ છતાં તે પોતાના પુરુષાર્થને આધારે તરતમતાવાળી પદવી પામી શકે છે. તેઓ પુરુષાર્થ કરી આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વી પદમાં આવી શકે છે. એ જ રીતે આ પંચપરમેષ્ટિ પ્રભુના નિમિત્તે નીકળ્યા હોવા છતાં મંદ પુરુષાર્થ થાય તો તેઓ પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવી શકતા નથી. વળી સાધુસાધ્વીનાં નિમિત્તે નીકળનાર આચાર્ય પદવી સુધી જઈ શકે છે અને આચાર્યથી નીકળનાર સાધુસાધ્વી પદ પર આવે કે એક પણ પદમાં ન આવે એવું તેમના પુરુષાર્થને આધારે બની શકે છે. આ પ્રકારે પ્રત્યેક જીવને પુરુષાર્થની તીવ્રતા મંદતા કરવાની સ્વતંત્રતા અને સત્તા રહેલી છે. એ જ રીતે તીર્થકર અને ગણધરમાં પણ પુરુષાર્થના આધારે તેમની કક્ષા ઘડાય છે.
૨૩