________________
કેવળી પ્રભુનો સાથ
લે ત્યારે પણ એક કરતાં વધારે આત્માઓ હોય છે, અને સિદ્ધ થતી વખતે પણ સંખ્યા એક કરતાં વધારે આત્માની હોય છે. આ પ્રકારના જીવો વિકાસ કરવામાં એકબીજાને તથા અન્ય અનેક જીવોને ઉપકારી થતા હોય છે, સાથે સાથે તેઓ પોતે પણ પોતાનો વિકાસ કરતી વખતે એક સાથે અનેક જ્ઞાની મહાત્માઓનો ઉપકાર ઝીલતા રહે છે. અને તેના કારણે સ્વપર કલ્યાણમાં ઉત્તમ ફાળો આપી પ્રગતિને તેઓ ઝડપી બનાવી શકે છે. તેઓ ‘અનેક સિદ્ધા'ના પ્રકારે સિદ્ધ થાય છે.
આ પ્રમાણે સિદ્ધ થતા આત્માના પંદર ભેદ શ્રી તીર્થંકર પ્રભુએ બતાવ્યા છે. તે બધાની વિશેષતા એ છે કે કોઈ પણ આત્મા ક્યારેય બે પ્રકારે સિદ્ધ થતો નથી, તેની ખાસિયત અને લક્ષણોના આધારે સિદ્ધ થતા પ્રત્યેક આત્મા આમાંના કોઈ એક જ પ્રકારમાં આવી શકે છે. ઉપલક દૃષ્ટિથી જોતાં એક આત્મા અનેક પ્રકારના સિદ્ધના વિભાગમાં સમાતો લાગે છે, પણ તેની વિશિષ્ટ કલમો લાગુ પાડીએ તો સિદ્ધ થતો આત્મા એક અને માત્ર એક જ પ્રકારમાં આવી શકે છે. અહીં તો પ્રત્યેકની મુખ્ય મુખ્ય થોડી કલમો લીધી હોવાથી એકદમ સ્પષ્ટતા ન લાગે તે સંભવિત છે, પણ પ્રભુનાં જ્ઞાન પ્રમાણે કોઈ પણ આત્મા એક કરતાં વધુ પ્રકારમાં આવી શકતો નથી.
પંદર પ્રકારે સિદ્ધ થતા આત્માનું સામર્થ્ય વિચારીએ તો જણાય છે કે તેમણે જે પુરુષાર્થના જો૨થી કાર્યસિદ્ધિ કરી હોય છે, જે જાતના અન્ય જીવો માટે કલ્યાણના ભાવ સેવ્યા હોય છે તેના આધારે તેમનો સિદ્ધ થવાનો પ્રકાર નક્કી થાય છે. અને તેમણે મેળવેલી સમર્થતાના આધારે તેમનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી નીકળનાર જીવનો પુરુષાર્થ પણ અમુક અંશે નક્કી થઈ જાય છે. તેમ છતાં પોતાની સ્વતંત્રતાને આધારે જીવ પુરુષાર્થનું તરતમપણું કરી વિકાસની ઝડપમાં તરતમપણું લાવી શકે છે. અને પદપ્રાપ્તિમાં પણ અમુક પ્રકારે તરતમપણું કરી શકે છે. આ પરથી કોઈએ એમ વિચારવાનું નથી કે જીવનું ભાવિ અન્ય આત્માઓ નક્કી કરે છે. જીવનાં ભાવિનું ઘડતર તેની પોતાની સ્વતંત્ર વર્તનાને આધારે જ થાય છે, જેમકે જે જીવ તેની કક્ષાએ ઉત્તમ પુરુષાર્થી હોય તે તીર્થંકર ભગવાનનું નિમિત્ત મેળવે, મધ્યમ પુરુષાર્થી હોય તે અન્ય સામાન્ય પદવીધારીનું નિમિત્ત મેળવે અને જઘન્ય પુરુષાર્થી હોય તે સામાન્ય
૨૨