________________
શ્રી અરિહંતનો મહિમા
ચરમ શરીરમાં ગૃહસ્થ વેશે જ કેવળજ્ઞાન પ્રગટાવે છે. તેમને પરિભ્રમણ કાળનાં છેલ્લાં આવર્તનમાં ત્યાગ કરતાં સંસાર ભોગવવાનું પ્રાધાન્ય રહે છે. અને તેમને પ્રમાણમાં શાતાના ઉદયો પણ વધુ આવતા હોય છે. પરિણામે તેમનાં મનમાં પરિણમતો વૈરાગ્ય સાધારણ રીતે અન્ય જીવો સમજી શકતા નથી. પણ તે જીવને બાહ્ય શાતાના ઉદયો અને અંતરંગ વૈરાગ્ય વચ્ચે સંઘર્ષ વેદવો પડે છે. આવા જીવો સિદ્ધ થાય ત્યારે ‘ગૃહસ્થલિંગ સિદ્ધા'ના પ્રકારમાં જાય છે.
૧૪. એક સિદ્ધા
જે જીવ પોતાનો સમગ્ર વિકાસ એકાકીપણે કરે છે, એટલે કે જે સમયે તેનો આત્મિક વિકાસ થાય કે વિકાસનું એક પગથિયું ચડે ત્યારે તે વિકાસ કરવામાં એકલો જ હોય છે. એક કરતાં વધારે જીવો એ સમયે પ્રગતિ કરતાં નથી, જેમકે તે જીવને અંતર્વૃત્તિસ્પર્શ થાય ત્યારે અન્ય કોઈ જીવ એ સ્પર્શ પામ્યો ન હોય, નિશ્ચયથી વ્યવહાર સમકિતના ગ્રહણ વખતે તે એકલો જ હોય, એ જ રીતે સમકિત, ક્ષાયિક સમકિત આદિ વિકાસનાં પગથિયે તે એક જ વિકાસ કરે, એટલું જ નહિ કેવળજ્ઞાન પણ તે એકાકીપણે ગ્રહણ કરે અને સિદ્ધ થાય ત્યારે તે આત્મા એકલો જ સિદ્ધ થાય. આમ સ્વતંત્ર રીતે, એકલા વિકાસ કરનાર ‘એક સિદ્ધા’ના પ્રકારમાં આવે છે. તેઓ વિકાસ કરતી વખતે અન્ય રૂડા આત્માઓનું અવલંબન જરૂરથી લે છે, પણ વિકાસ કાર્યમાં તેને સમૂહનો સાથ મળતો ન હોવાથી તેઓ ‘એક સિદ્ધા’ કહેવાય છે.
૧૫. અનેક સિદ્ધા
એક સિદ્ધાથી વિરુદ્ધનું કાર્ય ‘અનેક સિદ્ધા’ના પ્રકારમાં બને છે. સમગ્ર પરિભ્રમણ કાળમાં તે જીવની સાંસારિક કે પારમાર્થિક પ્રગતિ ભાગ્યે જ એકલા થતી હોય છે, મુખ્યતાએ પ્રગતિ સમૂહમાં થાય છે, એટલે કે તે જીવને સદાય સમૂહનો સાથ મળ્યા કરતો હોય છે. ઇન્દ્રિયોની વર્ધમાનતા વખતે, અંતર્વૃત્તિસ્પર્શથી પ્રત્યેક આત્મિક વિકાસની શ્રેણિમાં તેની સાથે કોઈને કોઈ અન્ય જીવ જોડાયેલો જ હોય છે. કેવળજ્ઞાન
૨૧