________________
કેવળી પ્રભુનો સાથ
મુનિવેશ રહેતો હોય છે. આ રીતે પરભાવમાંથી બહાર નીકળી સ્વમાં એકાકાર થઈ સિદ્ધ થનાર આત્મા ‘સ્વલિંગ સિદ્ધા’ થાય છે.
૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધા
જે જીવે પૂર્વકાળમાં ગુરુગમે જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, સાચી સમજણ પણ મેળવી હોય, તેમ છતાં મોહનીય કર્મનો બળવાન ઉદય આવવાથી તેણે લીધેલું સમ્યક્ત્તાન વમાઈ જાય, તેનો વિકાસ તૂટી જાય અને જીવ મોહવશ બની સંસારનાં પરિભ્રમણમાં અટવાઈ પડયા પછી, કાળે કરીને વૈરાગ્ય કેળવાતાં, સંસારમાં ભોગવવા પડતાં દુઃખોથી ત્રાસીને છૂટવાની ભાવના બળવાન કરી હોય છે, તે આ પ્રકારના સિદ્ધ થવા બાજુ વળે છે. તે જીવને યોગ આવતાં પૂર્વે કરેલી ચડતી પડતીનો લક્ષ જાતિસ્મૃતિજ્ઞાન દ્વારા આવે છે, તેનાથી પ્રભાવિત થઈ તેના વર્તમાનના પુરુષાર્થને અનુલક્ષીને તે પૂર્વ સ્મૃતિનો આધાર લઈ આત્માનો વિકાસ સાધે છે.
આવા જીવો વિકાસ ક૨વા માટે અન્ય આત્માઓનું બળવાન અવલંબન લેતા નથી. સ્વના પુરુષાર્થને પ્રાધાન્ય આપી વિકાસ કરતા રહે છે, અને પૂર્વમાં જે આત્મદશા મેળવી હતી ત્યાં સુધી વિકસી જાય છે. તે પછીના વિકાસમાં પણ તેઓ પુરુષાર્થને મુખ્ય રાખે છે અને અન્ય અવલંબનોને ગૌણ કરે છે. એટલે કે તેઓ અન્યને વિકાસ કરતાં જોઈ, તેમાંથી પ્રેરણા મેળવી પોતાનો વિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય છે. તેઓ ગુરુઆદિનો આધાર અલ્પતાએ લેતા હોય છે. તેઓ સિદ્ધ થાય ત્યારે ‘સ્વયંબુદ્ધ સિદ્ધા’ ગણાય છે.
૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધા
જે જીવ છેલ્લીવારના સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં મુખ્યતાએ ગૃહસ્થ જીવનમાં રહે છે, અંતર્વૃત્તિસ્પર્શથી શરૂ કરી પ્રત્યેક વિકાસના પગલે મનુષ્યરૂપે અને ગૃહસ્થ જીવનમાં હોય છે, એટલું જ નહિ પણ તેઓ જૈન ધર્મ કે અન્ય ધર્મનાં દીક્ષા જીવનમાં ભાગ્યે જ જાય છે તેઓનો વળાંક ગૃહસ્થલિંગ સિદ્ધા થવા પ્રતિ આવે છે. મોટે ભાગે તેઓ
૨૦