________________
શ્રી અરિહંતનો મહિમા
૧૦. બુદ્ધિબોધ સિદ્ધા જે જીવોને ઘણા ભવ સુધી પુરુષાર્થ કરવા માટે અન્યના અવલંબનની જરૂર પડે છે, જે પોતાનાં બળના આધારથી સંસારથી છૂટવાનો પુરુષાર્થ કરી શકતા નથી, વારંવાર ગુરુના બોધના આધારથી વૈરાગ્ય ધારણ કરી, તેની વૃદ્ધિ કરી આત્મવિકાસ સાધે છે, તે જીવો આ પ્રકાર તરફ જાય છે. તેઓ તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતોની સમજણથી દૂર હોય છે, પણ તે જીવ પોતાને મળતા વૈરાગ્યના બોધથી આગળ વધતો જાય છે. તે જીવને સિદ્ધાંતોની ઊંડાણભરી સમજણ મૃત ન હોવાથી આગળ વધવા માટે તેને સતત વૈરાગ્યના બોધની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે આવા જીવો જૈનધર્મના પ્રેમી હોય છે. તેઓ ઘણા જીવોને વેરાગ્યના ઓઠાથી પ્રતિબોધ પમાડતા હોય છે. આવા જીવને અન્ય સામાન્ય જીવો કરતાં સ્ત્રીવેદના ભવ ઓછા હોય છે. આ પ્રકારથી વિકાસ કરનાર જીવ બુદ્ધિબોધ સિદ્ધા' કહેવાય છે.
૧૧. સ્વલિંગ સિદ્ધા કેટલાક જીવોને પોતાના ઉદય કરતાં જુદા પ્રકારની ઇચ્છા રહ્યા કરતી હોય છે. તે જીવોને કર્માનુસાર પ્રાપ્ત થયેલો વેશ સંતોષ આપતો નથી, અને તેને લીધે અન્યના વેશનું આકર્ષણ વર્તતું હોવાથી તે વેશ પરિધાન કરવાના ભાવ તેના મનમાં રમ્યા કરતા હોય છે. જેમકે જ્યારે તે ત્રિદંડી સાધુ હોય ત્યારે તેને યોગી થવાના મનોભાવ હોય, જ્યારે તે યોગી થાય ત્યારે તેને જૈન મુનિ થવું હોય, જ્યારે તે જૈન મુનિ થયા હોય ત્યારે તેને અન્ય કોઈ વેશનું આકર્ષણ વર્તતું હોય, આ રીતે તે જીવ પૂર્વભાવને કારણે જે યોગમાં આવ્યો હોય તે ભાવનો પરિપાક થતાં તે અન્યભાવમાં સરી પડી, વર્તમાન સ્થિતિથી અસંતોષ વેદતો હોય છે.
તેમ છતાં આવા જીવો મોટેભાગે ધર્મશાસ્ત્રોના પ્રેમી હોય છે, સાથે સાથે તેઓ તત્ત્વજ્ઞાનમાં પારંગત થવાની ભાવના રાખતા હોય છે. પરિણામે આવા જીવો છેલ્લા પચાસ ભવમાં જૈન મુનિ થાય છે. કેટલાક ભવમાં આચાર્ય બને છે અને શ્રેણિ માંડતા પહેલાં દિગંબર મુનિ થઈ કાર્યસિદ્ધિ કરે છે. તેમને શરૂઆતના ભવોમાં વસ્ત્રધારી
૧૯