________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ સત્ય
સામાન્યપણે ઉત્તમ સત્યની વાત કરવામાં આવે છે ત્યારે મોટેભાગે સત્યવચનને જ સત્યધર્મ ગણી લેવામાં આવે છે, અને સત્યવચનનાં ગુણગાન કરવામાં આવે છે. પણ ઊંડાણથી વિચારતાં એ બંને વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે.
જિનાગમમાં સત્યવચનને વ્યવહારથી સત્યધર્મ કહે છે, તેનું પણ મહત્ત્વ છે, ઉપયોગીતા છે. પણ જ્યારે નિશ્ચયથી વિચાર કરીએ છીએ ત્યારે સત્યવચન અને સત્યધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. અહીં સત્યધર્મ એટલે આત્માના ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ જેવા અતિ ઉપકારી આત્મધર્મની વાત છે, તેના એક વિભાગનો નહિ એ સ્પષ્ટ કરવું યોગ્ય છે.
જ્યારે સત્યની શોધ, સત્યની ઉપાસનાની વાત કરવામાં આવે છે ત્યારે નિશ્ચિતપણે સત્યવચનની શોધની વાત નથી હોતી, પણ કોઈ એવા મહત્ત્વપૂર્ણ અવ્યક્ત સત્યની વાત હોય છે કે જે ઉપાસ્ય હોય, આશ્રય કરવા યોગ્ય હોય. અધ્યાત્મ શ્રેષ્ઠીઓનું ઉપાસ્ય અને આશ્રયદાતા સત્ય માત્ર વચનરૂપ હોઈ શકે નહિ. જેના આશ્રયે ધર્મ પ્રગટ થાય, જે અનંત સુખશાંતિનો આશ્રય બની શકે એવું સત્ય મહાન ચેતનતત્ત્વ જ હોય, એ વાણીવિલાસ પૂરતું મર્યાદિત હોય નહિ.
આચાર્યોએ વાણીની સત્યતા અને સંયમ પરત્વે ખૂબ વિચાર કરેલો છે, અને તેને સત્યધર્મથી પૃથક રાખેલ છે. વાણીની સત્યતા તેમણે ચાર ભાગમાં જણાવી છે. (૧) સત્યાણુવ્રત – મુખ્યપણે સ્થૂળ જૂઠ બોલવું કે આચરવું નહિ. (૨) સત્યમહાવ્રત – સૂક્ષ્મપણે પણ જૂઠનો આશ્રય કરવો નહિ. (૩) ભાષા સિમિત સત્ય પણ કઠોર, અપ્રિય, અસીમ ન બોલતાં હિત-મિત અને પ્રિય બોલવું. (૪) વચનગુપ્તિ – અનિવાર્યતા વિના બોલવું જ નહિ. આમ અહીં અસ્તિ-નાસ્તિ (બોલવું અને ન બોલવું) એ વાણીનાં બંને રૂપને સમાવ્યાં છે.
અણુવ્રત ગૃહસ્થોને જ હોય છે; મહાવ્રત મુનિઓને જ હોય છે, ભાષાસિમિત અને વચનગુપ્તિ પણ મુનિઓને જ હોય છે ગૃહસ્થને નહિ. આમાંની એકપણ
૧૫૯