________________
કેવળી પ્રભુનો સાથ
સત્યતાનું વ્રત સિદ્ધપ્રભુને હોતું નથી, અવિરતસમ્યષ્ટિને પણ નહિ. જ્યારે સત્યધર્મ પોતપોતાની ભૂમિકા અનુસાર અવિરત સમ્યક્દષ્ટિથી શરૂ કરી સિધ્ધાત્મા સુધીના સર્વને હોય છે. એ સ્પષ્ટ કરે છે કે સત્યધર્મ એ આત્માનો ધર્મ છે. આ સત્યધર્મને સમજવો કઈ રીતે ?
આ ધર્મ એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ મિથ્યાદષ્ટિમાં પ્રવર્તતો નથી, અને સભ્યષ્ટિથી શરૂ કરી સિદ્ધ પ્રભુ સુધીના સર્વ સમ્યક્દષ્ટ આત્માઓમાં પોતપોતાની ભૂમિકા અનુસાર જોવામાં આવે છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ દ્રવ્ય છે, ત્રિકાળ રહેવાવાળો છે તેથી તે સત્વભાવી છે. સત્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. આ ધર્મ મિથ્યાત્વના અભાવ વિના સત્ય થઈ શકતો નથી, તેથી આત્માનુભૂતિ અને આત્મવસ્તુની સાચી સમજ મેળવ્યા પછી જ તેની પ્રાપ્તિ, વૃદ્ધિ અને સંવૃદ્ધિ થાય છે. આમ ઉત્તમ સત્ય એટલે સમ્યક્ દર્શન અને સમ્યક્શાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વીતરાગ પરિણિત એ જ નિશ્ચયથી ઉત્તમ સત્યધર્મ છે.
શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં લખ્યું છે કે, “શુભાશુભ વચનરચના અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (નિશ્ચિતપણે) નિયમ હોય છે.”
નિયમ એટલે ચારિત્ર. શ્રી કુંદકુંદાચાર્યે ચારિત્રરૂપ ધર્મને વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ કહ્યો છે. સત્યધર્મ એ ચારિત્રનો એક ભેદ હોવાથી તે પણ વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ હોવો જોઈએ.
સત્ એટલે જેની સત્તા છે તે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન-જ્ઞાનપૂર્વક વીતરાગભાવની ઉત્પત્તિ થવી એ સત્યધર્મ છે.
૧૬૦