________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સંસારરાગ તોડવાનો પુરુષાર્થ ચાલુ જ રાખ્યો હતો. પ્રતિવર્ષે તેઓ કર્મ સામે પોતાનો વિજય વધારતા ગયા હતા.
“અત્ર સમાધિ છે ..... અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તો ય સહન કરીએ છીએ.” (માગશર સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૦૮) “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ, અને તેમ થઈએ છીએ ..અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” (પોષ સુદ ૭, ૧૯૪૮. આંક ૩૧૩). “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબધ્ધ જેવું છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (ફાગણ વદ ૦)), ૧૯૪૮. આંક ૩૪૭) “કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૬૬). “ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, એવી નિશ્ચળદશા માગશર સુદ છઠથી એકધારાએ વર્તતી આવી છે.” (શ્રાવણ વદ, ૧૯૪૮. આંક ૪OO). “જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયમાં વર્તે છે.” (ભાદરવા વદ ૮, ૧૯૪૮. આંક ૪૦૮). “કોઈ પણ જાતનાં અમારાં આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, સ્ત્રી જે છે તેનાથી બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે, કુટુંબ છે તેનું પૂર્વનું કરજ આપી નિવૃત્ત થવાને અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું
૪૧૩